World / Politics
ભારતને ગમે તેવું બ્રિટનની સરકારનું પગલું... દાઉદ ઇબ્રાહીમની અંદાજીત 42,000 કરોડની સંપત્તિ જપ્ત
12:19 PM on 13th September, 2017

અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ વિરૂદ્ધ બ્રિટનની સરકારે અત્યંત કડક પગલું લીધું છે.બ્રિટનમાં દાઉદની સંપત્તિઓ છે તે ત્યાંની સરકારે જપ્ત કરી લીધી છે.જપ્ત કરવામાં આવેલી સંપત્તિની અંદાજીત કિંમત 42,000 કરોડની હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

બ્રિટનના એક સમાચાર પત્રે અહેવાલ પ્રકાશિત કર્યો છે તેમાં દાવાપૂર્વક કહેવામાં આવ્યું છે કે,બ્રિટનમાં દાઉદના ઘણા મકાન અને હોટલ છે.જેની કિંમત હજારો કરોડની છે.ઉલ્લેખનિય છે કે,બ્રિટન પહેલાં સંયુક્ત અરબ અમીરાતે દાઉદની ત્યાં સ્થિત 15000 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

 

 

બ્રિટનના વોર્કશાયરમાં દાઉદની હોટલ છે અને મિડલેન્ડમાં ઘણી રહેણાક સંપત્તિ છે. યુનાઇટેડ કિંગ્ડમની ટ્રેઝરીએ ગત મહિને એક યાદી જાહેર કરી તેમાં પાકિસ્તાનમાં દાઉદના ત્રણ ઠેકાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લંડનના સેન્ટ જોન વુડ રોડ,હોર્નચર્ચ રોડ,એસેકસ,રિચમોંડ રોડ,ટોમ્સવુડ રોડ,ચિગવેલ,રો હમ્પટન હાઇ સ્ટ્રીટ,લાંસલોટ રોડ,થાર્ટન રોડ,સ્પાઇટલ સ્ટ્રીટ,ડાર્ટફરમાં દાઉદની સ્થાવર સંપત્તિઓ છે.યુનાઇટેડ કિંગ્ડમના ટ્રેઝરી વિભાગના અહેવાલમાં કહેવાયું છે કે,દાઉદે બ્રિટનમાં 21 નકલી નામે સંપત્તિઓ ખરીદી છે.

દાઉદની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી તે અંગે રિપોર્ટ પ્રકાશિત કરનાર અખબારે સૂત્રોના ઉલ્લેખ સાથે લખ્યું છે કે,દાઉદનું મોટાભાગનું રોકાણ ભારત,બ્રિટન અને દુબઇમાં જ છે.દાઉદને પકડવાની અમે વર્ષોથી કોશિસ કરી રહ્યા છીએ હવે દાઉદની સંપત્તિ જપ્ત કરી તેને બચાવનારાઓ પર અમે દબાણ લાવી રહ્યા છીએ.

 

ઉલ્લેખનિય છે કે,વડાપ્રધાન મોદીની બ્રિટન અને સંયુક્ત અરબ અમીરતની મુલાકાત દરમિયાન દાઉદની સંપત્તિઓ જપ્ત કરવાનું શરૂ કરાયું હતું. દાઉદને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાયા પછી દુનિયાભરમાં ફેલાએલી તેની સંપત્તિઓ અને વેપાર-ધંધાને જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

દાઉદની સંપત્તિઓ અંગે ભારતે ઘણા દેશાને મહત્વની અને નક્કર જાણકારીઓ આપી છે.આ જાણકારીના આધારે જે તે દેશની સરકાર દાઉદની સંપત્તિઓ જપ્ત કરી રહી છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News