India / Business
મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !
03:37 PM on 15th November, 2017

રૂપિયા 500 અને 1000ની નોટો અચાનક રદ્દ કરી દઇ દેશમાં રહેલું કાળું નાણું એક જ ઝાટકે ખતમ કરી દેવાની ગહરી ચાલ ચાલી મોદી મનમાં ને મનમાં મુસ્કરાતા હશે,8 નવેમ્બર 2016ની રાતે...! મોદીને થતું હશે કે,તેઓ કેવા સ્માર્ટ છે પણ 8 નવેમ્બર પછી દેશની જનતાએ જે સ્માર્ટનેસ બતાવી તેથી મોદીનો આ મહાન આઇડિયા ફુસ્સ થઇ ગયો.નોટબંધીને એક વર્ષ પુરું થયું અને આવક વેરા વિભાગે એક અહેવાલ આપ્યો તે અહેવાલની વિગતો જોઇને બોલવાનું મન થાય... O M G..યહ મેરા ઇન્ડિયા !

આવકવેરા વિભાગે 27 પાનાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં બતાવ્યું છે કે,નોટબંધીની અસરથી બચાવ લોકોએ વ્યક્તિગત રીતે અને સંસ્થાઓ-કંપનીઓએ શું શું અને કેવા કેવા આઇડિયા કર્યા.કાળુંનાણું છુપાવવા કેવા કેવા રસ્તા લોકોએ અપનાવ્યા તે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

 

આવકવેરા વિભાગે કરેલી તપાસમાં જે જાણકારી મળી અને તેના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો તેમાં શંકાસ્પદ રોકડ રકમ બેંકમાં જમા કરાવાયાનો ખુલાસો છે.

- વેપારીઓ અને ધંધાદારીઓએ તેમના ટેલી સોફટવેરાં કઇ રીતે પાછલી તારીખોમાં રોકડની એન્ટ્રી કરી

- નોટબંધી પછી જુની નોટો જમા કરાવવાની મુદ્દત દરમિયાન પેટ્રોલ પંપ માલિકોએ તેમના રોજના વેચાણને કઇ રીતે વધુ બતાવ્યું

- નકલી કંપનીઓના કાળાનાણાને કાયદેસરના બતાવવા શંકાસપ્દ એન્ટ્રી કરી

- જ્વેલર્સ અને બુલિયન ટ્રેડર્સે પાન કાર્ડ રિપોર્ટિંગથી બચવા ખરીદી અને વેચાણના બિલ નાની નાની રકમના કઇ રીતે તૈયાર કર્યા

- વેપારીઓએ અને ધંધાદારીઓએ તેમના નાણાકીય વ્યવહાર અનેક રીતે કર્યા જેથી વ્યક્તિગત ફાયદો ેમળવનાર વ્યક્તિ સુધી ન પહોંચી શકાય

- ઘણા વેપારીઓ અને ધંધાદારીઓએ ભવિષ્યના વેચાણના રૂપમાં મોટી માત્રામાં જુની નોટોને એડવાન્સ પેટે સ્વીકારી

- દેશની અગ્રણી સહકારી બેંકોના મોટા અધિકારીઓએ બેંકની કરન્સી ચેસ્ટમાંથી નવી કરન્સીનો ઉપયોગ પોતાની અંગત જુની નોટો સાથે બદલવામાં કર્યો અને ગ્રાહકોને નવી કરન્સી ન આપી

- આવકવેરા વિભાગે એવા 17.92 લાખ લોકોની ઓળખ કરી છે જેઓ ગેરકાયદે રોકડ રકમના વ્યવહારમાં સંડોવાએલા છે


 
 

Read Also

 
Related News