India / gujarath
LCD TV, AC, દરેક વિદ્યાર્થીને TABLET... ખાનગી શાળાની સુવિધા ધરાવતી સરકારી શાળા હોય ? હોય શું ? છે...ગામ ધોરીવગા, તાલુકો પાદરા અને જિલ્લો વડોદરા...
04:07 PM on 31st July, 2017

સમાજમાં સુધારો,પ્રગતિ અને વિકાસ તો જ સંભવ છે જો પ્રજા ઇચ્છે...! એકલી સરકાર કંઇ ન કરી શકે...સરકાર ન કરે તે  પ્રજા કરી શકે...! સરકાર જેની વાતો જ કરતી હોય અને કરતી કંઇ ન હોય તેવું કંઇક કરીને પ્રજા સરકારનો કાન પણ આમળી શકે...ઉદાહરણ છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધોરીવગા ગામની.

ધોરીવગા ગામમાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા છે.આ શાળા સુવિધાયુક્ત શાળાનો,સ્માર્ટ સ્કૂલનો શ્રેષ્ઠ દાખલો છે.ખાનગી શાળામાં હોય તે બધું આ સરકારી શાળામાં છે અને ખાનગી શાળામાં ન હોય તે પણ આ સરકારી શાળામાં છે.

 

સરકારી શબ્દની મથરાવટી મેલી છે,મોટેભાગે સરકારી શબ્દ નકારાત્મકતા અને મફરતનો જ અનુભવ કરાવે છે.સરકારી વિભાગો કઇ હદના નકામા હોય છે તે બાબત દરેક પ્રજાજન અનુભવના આધારે સારી રીતે જાણે છે.સરકારી શાળાઓની સ્થિતિ કેવી હોય છે તે પણ લોકો જાણે છે ત્યારે જો કોઇ એવું કહે કે, એક સરકારી શાળામાં LCD TV અને AC છે, દરેક વિદ્યાર્થી પાસે શાળઆએ આપેલા  TABLET છે....તો સો ટકા કોઇ એમ જ કહે કે,ટાઢાપહોરના ગપ્પા છે....

પણ આ ગપ્પા નથી...વાસ્તવિક્તા છે.ધોરીવગા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી9 સુધીના 280 વિદ્યાર્થીઓ છે.આ શાળામાં એવા બાળકો પણ છે જેઓ પહેલા ખાનગી શાળામાં ભણતા હતા પણ આ સરકારી શાળાની સુવિધાઓ જોઇને તેમને તેમના મા-બાપ આ સરકારી શાળામાં લાવ્યા.ઉલ્લેખનિય છે કે,ધોરીવગા પ્રાથમિક શાળાને ગુજરાતની શ્રેષ્ઠ પ્રાથમિક શાળાનો એવોર્ડ પણ મળેલો છે.

 

આ શાળાની શ્રેષ્ઠતા  LCD TV,AC છે, દરેક વિદ્યાર્થી પાસે શાળઆએ આપેલા  TABLETથી જ પુરી નથી થઇ જતી.આ શાળામાં પ્રોજેક્ટર છે,પુસ્તકાલય છે,દરેક વર્ગમાં લર્નિંગ સ્પોર્ટસ વેર પણ છે. 

સીધી વાત છે આ બધી આધુનિક સુવિધા માટે સરકાર તો પૈસા ન જ આપે.દાનવીરોએ જ આ બધી વસ્તુઓ આપેલી છે અને માટે જ આપણે સમજવું જોઇએ કે,આપણે નાગરિકો,સમાજ સાથે મળીને કરવા ધારશું તો ભારત સ્વચ્છ પણ હશે,સ્માર્ટ પણ હશે...!

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News