India / Entertainment
દિલીપ સા'બ ચાર દિવસથી ICU માં છે, બોલીવુડના કોઇ સ્ટારને સમય નથી ખબર પૂછવા જવાનો !
12:50 PM on 05th August, 2017

હિંદી ફિલ્મોના અભિનય એવરેસ્ટ મહાન અભિનેતા દીલિપ કુમાર છેલ્લા ચાર દિવસથી મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં  ICUમાં સારવાર હેઠળ છે.ચાર દિવસ થયા છતાં તેમની તબિયતમાં સુધારો નથી આવી રહ્યો.અહેવાલ કહે છે કે,દિલીપ સા'બ ચાર દિવસથી હોસ્પટિલમાં હોવા છતાં બોલીવુડનો એક પણ કલાકાર કે સ્ટાર તેમની તબિયત જોવા કે ખબર અંતર પૂછવા નથી ગયો.

ગત ગુરૂવારે દિલીપ સા'બને કીડનીમાં ચેપ લાગતા હોસ્ટપિટલ લઇ જવાયા હતા અને  ICU માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.સારવારના ચાર દિવસ વિતી ગયા પણ તેમની તબિયતમાં સુધારો જોવા નથી મળી રહ્યો.

 

આશ્ચર્ય અને આઘાતની વાત છે કે,જ્યાં દિલીપ સા'બને દાખલ કરાયા છે તે લીલાવતી હોસ્પિટલ પાસે જ મોટા ભાગના બોલીવુડ સ્ટાર રહે છે જેમકે શાહરૂખખાન,રેખા,સલમાનખાન,સંજય દત્ત,જેકી શ્રોફ,નસીરુદ્દીન શાહ.

ઉલ્લેખનિય છે કે,તાજેતરમાં વિનોદ ખન્નાનું અવસાન થયું ત્યારે તેમની અંતિમયાત્રામાં અને સ્માશનમાં પણ નવા પેઢીના કોઇ કલાકાર ગયા ન હતા અને આ બાબતની ઋષિકપૂરે ટ્વિટર પર ઉગ્ર ટીકા કરી હતી.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News