India / gujarath
નકલી દૂધ પીતા હૈ....ગુજરાત... ! નુકસાનકારક દૂધનો કાળો ગોરખધંધો...આ નકલી દૂધમાં છે...વ્હાઇટ પેન્ટ,યુરિયા,વોશિંગ પાઉડર અને બીમારીના બેકટેરિયા
03:54 PM on 04th August, 2017

શરીરને શક્તિ અને સ્વાસ્થ્ય આપતા સંપૂર્ણ આહાર કહેવાતું દૂધ જો તમે કોઇ દૂધવાળા પાસેથી ખરીદો છો તો તમે...ખતરનાક બીમારીઓ ખરીદો છો અને ખતરનાક બીમારી તમે તમારા અને તમારા સંતાનોના પેટમાં ઠાલવો છો...વાત છે ગુજરાતમાં વેંચાતા નકલી અને નુકસાનકાર દૂધની.

કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે,બજારમાં વેંચાતુ અને ઘરે ઘરે પહોંચતું ખુલ્લું દૂધ અનેક રોગો અને બીમારીઓનો સ્ત્રોત છે.કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ અમદાવદાના અસારવા, ચાંદલોડિયા, ગોતા, જમાલપુર, મેમનગર, મોટેરા, નારણપુરા, પાલડી સહિતના 42 વિસ્તારોમાંથી ખુલ્લા દૂધના 55 નમૂના લીધા અને તેની તપાસ કરી તો ભયાનક બાબત જાણવા મળી.જે 55 નમૂના લેવામાં આવ્યા હતા તેમાંના 38 નમૂનામાં કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા. આ બેકટરિયા અનેક બીમારીઓ આપે છે.

 

ઉલ્લેખનિય છે કે,એ વાત તો જગજાહેર છે કે,જે છુટ્ટું કે લૂઝ કે ખુલ્લું દૂધ મળે છે તેમાં વ્હાઇટ પેઇન્ટ,યુરિયા,ડિર્જન્ટ પાઉડર,સ્ટાર્ચ અને ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત દૂધમાં હવે જંતુનાશક દવાઓના અંશ પણ જોવા મળી રહ્યા છે.જેને કારણે કેન્સર અને હ્રદય સંબંધિત રોગો થવાની શકયતા છે.

ગમે તે ભોગે પૈસા કમાય લેવાની વૃતિ ધરાવતા લોકોની કમી નથી.છેલ્લા થોડા વર્ષોમાં અનેક ખાનગીઓ ડેરી ફઉટી નિકળી છે તેમની પાસે ગાયો-ભેંસોના તબેલા નથી હોતા.તેમની પાસે હોય છે દૂધ બનાવવાની ફેકટરી...આવી ફેકટરીમાં બનતું નકલી દૂધ તમારે ઘરે અને તમારા પેટમાં પહોંચે છે અને પછી તમે સીધા દવાખાને પહોંચો છો અથવા તો મોત તમારા સુધી પહોંચે છે.

 

આ કાળા દૂધની સૌથી ભયેકર વાત એ છે કે,પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા તેમના પશુઓને હોર્મોનના ઇન્જેકશન આપે છે.આ ઇન્જેકશનની વિપરીત અસર ટાળવા પશુઓને ઢગલા મોઢે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે તે એન્ટિબાયોટિક્સ દૂધ દ્વારા આપણા શરીરમાં જાય છે અને એન્ટિબાયોટિક્સની અસરને ઓછી કરે છે.તેથી તમે જ્યારે બીમાર પડો અને એન્ટિબાયોટિક્સ  દવા લો તો તે દવા તમને અસર નહીં કરે અને તમે સ્વસ્થ નહીં થઇ શકો.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News