India / Business
16 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક પરિવર્તન...રાતે 8 કલાકે નવો ભાવ જાહેર કરી દેવાશે,રાતે 12થી લાગુ કરાશે
12:25 PM on 13th June, 2017

આગામી 16 જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ પરિવર્તન થવાનું છે અને રોજે રોજ બદલતા,વધતા-ઘટતા ભાવની જાણ રાતે 8 કલાકે દેશભરના પેટ્રોલ પંપોને કરી દેવામાં આવશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એક એપ લોન્ચ કરશે,આ એપના ઉપયોગથી રોજ બદલાતા બાવની જાણકારી મળશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જાણકારી આપી કે,પેટ્રોલ પંપના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે જેથી ગ્રાહકોને કોઇ પણ પ્રકારની પરેશાની સહન ન કરવી પડે.

પેટ્રોલના ભાવમાં રોજ જે વધારો કે ઘટાડો થશે તે રાતે 12 કલાકથી લાગુ કરવાનો રહેશે તેથી પેટ્રોલ પંપોને રાતે 8 કલાકે નવો ભાવ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

પેટ્રોલિયમ કંપનીઓ તો 16 જૂનથી રોજેરોજ ભાવ નક્કી કરશે પણ પેટ્રોલ પંપ માલિકોને આ બાબતે એક સમસ્યા છે.પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે,તેમની પાસે પેટ્રોલ-ડીઝલનો જે પુરવઠો હોય તે કોઇ ચોક્કસ દિવસના વેચાણ ભાવ કરતાં વધુ ખરીદ કિંમતનો હોય તો શું,તેમને મોંઘા બાવે ખરીદેલું પેટ્રોલ કે ડીઝલ સસ્તા ભાવે વેંચવું પડે અને તો તેમને ખોટ જાય.આ બાબતે પેટ્રોલ પંપ માલિકોએ 16 જૂને હડતાળ પર જવાની ધમકી આપી છે.

પેટ્રોલ પંપ માલિકોની આ દલીલને તેલ કંપનીઓએ ફગાવી છે અને આ દલીલમાં કોઇ દમ ન હોવાનું કહ્યું છે.પેટ્રોલ પંપ માલિકો અને તેલ કંપનીઓ વચ્ચે આજે બેઠક યોજાવાની છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News