India / sports
ટેનિસની હિસ્ટ્રીમાં 'વરિષ્ઠ-વૃદ્ધ' ખેલાડી ફેડરરનો 'ઇતિહાસ'...8મું વિમ્બલ્ડન અને કુલ 19 ટાઇટલનો વિજેતા !
02:09 PM on 17th July, 2017

ટેનિસની રમતના સ્ટાર સ્વિત્ઝરલેન્ડના 350 વર્ષના  'વરિષ્ઠ-વૃદ્ધ' રોજર  'વરિષ્ઠ-વૃદ્ધ'  'વરિષ્ઠ-વૃદ્ધ' ફેડરરે 8મી વાર વિમ્બલ્ડન ટાઇટલ જીતી ટેનિસની હિસ્ટ્રીમાં ઇતિહાસ રચી દીધો છે.8મું વિમ્બલ્ડન ટાઇટલ જીતવા સાથે ફેડરરે જીતેલા કુલ ટાઇટલનો આંકડો થયો છે 19નો...! 8મી વાર વિમ્બલ્ડન જીતી ફેડરરે અમેરિકાના પૂર્વ ટેનિસ ખેલાડી પીટ સાંપ્રસને પાછળ રાખી દીધો છે.પીટ સાંપ્રસ 7 વાર વિમ્બલ્ડન ટાઇટલ જીત્યો હતો.ઉલ્લેખનિય છે કે,5 વર્ષના લાંબા ગાળ પછી ફેડરરને આ વર્ષે સફળતા મળી છે ફરી વિમ્બલ્ડન જીતવાની.છેલ્લે તે 2012માં વિમ્બલ્ડન જીત્યો હતો.

 

8મી વાર વિમ્બલ્ડન ટાઇટલ જીતવાની ફેડરરની મહત્વની વાત એ રહી કે,જીતવા માટે તેને વધુ મહેનત ન કરવી પડી અને એક પણ સેટ હાર્યા વિના તેણે રમત અને વિજય પોતોના નામે કરી લીધ હતા.આ વર્ષે તે ઓસ્ટ્રેલિયા ઓપન પણ જીત્યો હતો.ફ્રેંચ ઓપનમાં તે રમ્યો ન હતો.

 

ઉલ્લેખનિય છે કે,ફેડરર હાલમાં 35 વર્ષનો છે.ટેનિસની રમતમાં 35 વર્ષની ઉંમર બહુ મોટી ગણાય છે.આ દ્રષ્ટિએ ફેડરર અન્ય ખેલાડીઓની સરખામણીએ  'વરિષ્ઠ-વૃદ્ધ' છે.આ પહેલાં કેન રોઝવેલ 1974માં 39 વર્ષની વયે વિમ્બલ્ડન ફાઇનલમાં રમ્યા હતા અને જિમી કોર્નસ સામે હાર્યા હતા.

ફેડરરે જીતેલા કુલ 19 ટાઇટલમાં 8 વાર વિમ્બલ્ડન,5 વાર ઓસ્ટ્રેલિયા ઓપન, 5 વાર યુએસ ઓપન અને 1 વાર ફ્રેંચ ઓપન.

 
 

Read Also

 
Related News