India / sports
'FIFA' અન્ડર-17 વિશ્વ કપનો આજે રાતથી દિલ્લીમાં પ્રારંભઃ પહેલી મેચ ભારત અને અમેરિકા વચ્ચે
05:40 PM on 06th October, 2017

'FIFA' અન્ડર-17 વિશ્વ કપ પહેલીવાર ભારતમાં યોજાયો છે અને આજે રાતે 8 કલાકે તેની પ્રથમ મેચ રમાશે.દિલ્લીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે ભારત અને અમેરિકાની ટીમ ઉદ્ઘાટન મેચ રમશે.ઉલ્લેખનિય છે કે,ભારતમાં ફુટબોલની રમતનું આ સૌથી મોટું આયોજન છે.આ વિશ્વકપમાં દુનિયાના 24 દેશોની ટીમ ભાગ લઇ રહી છે.23 દિવસ ચાલનારા આ વિશ્વકપમાં દેશના 6 શહેરમાં કુલ 52 મેચ રમાશે.ભારતના જે 6 શહેરોમાં મેચ રમાવાની છે તેમાં દિલ્લી ઉપરાંત મુંબઇ,કોચી,ગોવા,કોલકાતા અને ગૌહાટીનો સમાવેશ થાય છે.

 

 

અન્ડર-17 વિશ્વકપ ફુટબોલ ટુર્નામેન્ટમાં 24 દેશ ટીમ છે અને 6 ગ્રુપ છે.દરેક ગ્રુપમાં 4-4 ટીમ છે.ભારતની ટીમ એ ગ્રુપમાં છે અને સાથે અમેરિકા,ઘાના અને કોલંબિયા છે.આ ટુર્નામેન્ટની સેમિફાલ મેચ 25 ઓકટોબરે રમાશે અને ફાઇનલ 28 ઓકટોબરે.ભારત આજે અમેરિકા સાથે ટકરાશે,9 ઓકટોબરે કોલિંબિયા સામે અને 12 ઓકટોબરે ઘાના સાથે ટકરાશે.જો ભારત બે મેચ જીતે તો રાઉન્ડ ઓફમાં પહોંચશે.

 
 

Read Also

 
Related News