India / gujarath
19થી25 જુલાઇ...અતિભારે વરસાદ અને પૂર સરકારી આંકડા મુજબ 17 તાલુકા,4333 ગામો અસરગ્રસ્ત,કૃષિ નુકસાન અંદાજે 860 કરોડ...!
04:18 PM on 24th August, 2017

ગત જુલાઇ મહિનાની 19 તારીખથી 25 તારીખ એટલે કે,સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયો.કાસ કરીને ઉત્તર ગુજરાતમાં.. બનાસકાંઠામાં તો વરસાદ સાથે વિનાશ વરસ્યો હતો.અનેક ગામો દિવસો સુધી પુરના પાણીમાં ડૂબેલા રહ્યા હતા અને અમુક ગામોમાં તો આજની તારીખએ પણ પુરના પાણી ભરેલા છે.19થી25 જુલાઇ દરમિયાન અતિભારે વરસાદના કારણે આવેલા પુરથી ક્યાં કેટલું નુકસાન થયું તેનું સર્વેક્ષણ રાજ્ય સરકારે શરૂ કર્યું છે.

 

 

સરકારના આંકડા કહે છે કે,19થી25 જુલાઇ દરમિયાન આરેથી અતિભારે વરસાદ થયો તેમાં રાજ્યના 17 તાલુકા અને 4333 ગામે પ્રભાવિત થયા છે.રાજ્યના કુલ 85 લાખ હેકટરના વાવેતર વિસ્તારમાંના 10 લાખ,98 હજાર હેકટરમાં વાવેતરને નુકાસન થયું છે.કૃષિક્ષેત્રનું કુલ અંદીજાત નુકસાન 860 કરોડ રૂપિયાનું છે.જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં 456 કરોડ અને પાટણ જિલ્લામાં 163 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

સરકારી નિયમ મુજબ જે વાવેતરને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેને જ સરકારી સહાય મળે છે.આ નિયમ હેઠળ 6 લાખ,64 હજાર હેક્ટર કૃષિ જમીન અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે અને આ જમીન સહાય ચુકવવાને પાત્ર છે.એટલે કે,4 લાખ 32 હજાર હેકટર જમીન સહાય ચુકવણીને પાત્ર નથી.

જે ખેડૂતોના વાવેતરને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તેમને મુખ્યમંત્રીએ જાહેર કરેલા કૃષિ પેકેજનો લાભ મળશે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News