India / gujarath
શંકરસિંહે કહ્યું હતું કે,પદની લાલચ નથી, ગહેલોતે કહ્યું બાપુએ મુખ્યમંત્રી પદ અને ટિકિટ વહેંચણીની સત્તા માગી હતી
12:42 PM on 26th July, 2017

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ મુક્ત થઇ ગયા અને કોંગ્રેસને વાઘેલા મુક્ત કરી તેની અસર કોંગ્રેસને થઇ તો જરૂર છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતે કહ્યું છે કે,બાપુએ અમુક ચોક્કસ માગણીઓ કરી હતી તે સ્વીકારવામાં ન આવતા બાપુએ કોંગ્રેસ છોડી છે.

શંકરસિંહના જવાથી જે નુકસાન કોંગ્રેસને થયું છે. કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢે તે પહેલા બાપુએ પહેલો ઘા રાણાની વાતને અનુસરી કોંગ્રેસને રામ રામ કરી દીધા. બાપુની આમ ચાલ કોંગ્રેસને પડખામાં લાત જેવી લાગી છે અને અપમાન થયું તે તો જુદું. બાપુએ જે અપમાન કર્યું અને કોંગ્રેસને સારી રીતે લાત મારી તેની અસરને દૂર કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોતે કહ્યું છે કે,શંકરસિંહ મુખ્યમંત્રીનું પદ અને વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણીની સત્તા ઇચ્છતા હતા.તેમની આ માગણી હાઇકમાન્ડે ન સ્વીકારી.ગહેલોતે એ પણ કહ્યું કે,CBI અને EDના દબાણથી બાપુએ કોંગ્રેસ છોડી છે.

 

ગહેલોતે કહ્યું કે,રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાની શંકરસિંહની નૈતિક જવાબદારી છે.કોંગ્રેસનો ઉમેદવાર ભારે બહુમતીથી જીતે તે વાત શંકરસિંહે સુનિશ્ચિત કરવી જોઇએ.

શંકરસિંહે ચૂંટણીના સમયે જ કોંગ્રેસ માટે મુશ્કેલી તો ઉભી કરી જ દીધી છે.ગુજરાતમાં મોદીએ આમ પણ કોંગ્રેસને લગભગ નામશેષ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે પહેલેથી જ મુશ્કેલ તો હતી જ,હવે શંકરસિંહે પણ કોંગ્રેસ છોડી દેતા કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી જીતવી વધુ મુશ્કેલ બની છે.

 
 

Read Also

 
Related News