India / Business
ગૂગલ હવે ભારતમાં પેમેન્ટ સેવા શરૂ કરશે
12:38 PM on 14th September, 2017

સર્ચ એન્જિન ગૂગલ તેની પેમેન્ટ સેવા (વોલેટ સર્વિસ) ભારતમાં શરૂ કરવા જઇ રહ્યું છે.આગામી સપ્તાહે આ સેવા શરૂ થવાની શક્યતા હોવાનું 'ધ કેન' ના અહેવાલમાં કહેવાયું છે.

 'ધ કેન'ના અહેવાલમાં કહેવાયું છે કે, ભારતમાં ગૂગલ જે પેમેન્ટ સેવા શરૂ કરવા જઇ રહ્યું છે તેનું નામ છે 'તેજ'.આ પેમેન્ટ સેવા  'તેજ' ગૂગલ વોલેટ અને એન્ડ્રોયડ પે સર્વિસથી જુદી હશે.તેમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નો પણ સપોર્ટ હશે.ભારતમાં પેમેન્ટ સેવા શરૂ કરવા અંગે ગૂગલે પોતે સત્તાવાર રીતે હજુ કોઇ ઘોષણા કરી નથી.અમેરિકામાં ગૂગલની પેમેન્ટ સેવા ચાલે છે અને તે ઘણી લોકપ્રિય પણ છે.

 

 

ઉલ્લેખનિય છે કે,વ્હોટ્સએપે પણ UPI આધારીત  પેમેન્ટ સેવા શરૂ કરી છે.જેના અમુક સ્ક્રીન શોટ્સ સામે આવ્યા છે જેમાં ડિજિટલ પેમેન્ટ સેવા સ્પષ્ટ જોઇ શકાય છે.

ગૂગલની પેમેન્ટ સેવા વિશે હજુ એ સ્પષ્ટ નથી કે,આ સેવા માટે તે નવું સ્ટેન્ડ અલોન એપ લોન્ચ કરશે કે,ગૂગલ એપમાં જ આ સેવા મળશે.કારણ કે,વ્હોટ્સએપ તેના ટ્રેડિશનલ એપમાં જ પૈસા ટ્રાન્સફર કરવામાં સપોર્ટ કરે છે.

ધ કેન' ના અહેવાલમાં કહેવાયું છે કે,તેણે જે જાણકારી મેળવી છે તેના પરથી જાણકારી મળી છે કે,ગૂગલ 'તેજ' નામથી પ્રોડક્ટ લોન્ચ કરી રહયું છે.


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News