India / Business
સરકારી વેબ પોર્ટલ પર વેચાશે બાબા રામદેવના પતંજલિ ઉત્પાદનો...!
02:37 PM on 23rd August, 2017

દેશની સરકાર હવે આધુનકતાનો સ્વીકાર કરી સમય સાથે ચાલવાનું શીખી રહી છે. કેન્દ્ર સરકારના આઇટી મંત્રાલયના સામાન્ય સેવા કેન્દ્ર પરથી હવે બાબા રામદેવની કંપની પતંજલિના ઉત્પાદનો,ઇફકો કંપનીના ખાતર અને સોફેટવેર કંપની ટેલીના સોલ્યુશંસ પણ વેચાતા મળશે.કેન્દ્ર સરકારના આઇટી મંત્રાલયના સામાન્ય સેવા કેન્દ્ર શરૂ કરવા માટેની મંજૂરી આપતી ખાસ કંપની CSC ઇન્ડિયાએ 'ઇગ્નુ'ના સંભવિત અને નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી પ્રવેશ ફોર્મ અને પરીક્ષા ફોર્મ જમા કરાવવા,ઓનલાઇન ફરી નોંધણી કરાવવા અને ઓનલાઇન ચુકવણી જેવી સુવિધાઓ આપવા સમજૂતી કરી છે.

આ બધી સેવાઓ હેઠળ CSC હવે ડિજિટલ પે સેવાના માધ્યમથી લોકોને આધારકાર્ડ સાથે જોડાએલા બેંક ખાતામાં રોકડ રકમ જમા કરાવવામાં મદદ કરશે.આ સેવા હેઠળ લોકો પાણી,વીજળી,ગેસ,મોબાઇલ ફોન અને ટાયરેકટ ટુ હોમના બીલની ચુકવણી કરી શકશે.

 

ઉલ્લેખનિય છે કે,દેશના કાયાકલ્પ માટે કેન્દ્ર સરકાર સામાન્ય સેવા કેન્દ્રોનું એક નવું આંદોલન ઉભું કરવા ઇચ્છે છે.કેન્દ્રના મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,પૈસાની ચિંતા ન કરો..વિતેલા ત્રણ વર્ષમાં આધાર સાથે જોડાએલી સેવાઓના માધ્યમથી તમે લગભગ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી.હું ઇચ્છુ છું કે,તમે 3000થી3500 કરોડ રૂપિયાની કમાણી કરો પણઇમાનદારીથી અને દેશના કાયાકલ્પ માટે.

તેમણે કહ્યું કે,8000 આયુર્વેદ ચિકિત્સકોના માધ્યમથી મેડિકલ ટેલી કન્સલ્ટેશન માટે પતંજલિ સાથે 40,000  CSC નોંધણી થયેલી છે જેનો ફાયદો ગ્રામીણ ભારતને મળી રહ્યો છે.તેમણે કહ્યું કે,તેમનું આઇટી મંત્રાલય CSCના કાર્ય પ્રદર્શનના આધારે પાંચ મહિલાઓની પસંદગી કરશે અને તેમને અમેરિકાની સિલિકોન વેલી મોકલશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News