India / gujarath
આજ મૌસમ બડા બેઇમાન હૈ...! ભારેથી અતિ ભારે ઝટકાની આગાહી,પક્ષ પલ્ટાનો કેર, રાજીનામાની હેલી...વિરોધ-વિદ્રોહના પૂરમાં ડૂબતી ગુજરાત કોંગ્રેસ...!
03:24 PM on 28th July, 2017

ગુજરાત કોંગ્રેસની હાલત છેલ્લા બે દિવસથી છે તેવી દયનીય તો ત્યારે પણ ન હતી જ્યારે મોદી મુખ્યમંત્રી હતા અને દરેક ચૂંટણી જીતતા હતા અને કોંગ્રેસ હારતી હતી.શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને છોડી દીધા પછી કોંગ્રેસની જે વલ્લે થઇ રહી છે તે જોઇને એક નાગરિક તરીકે પણ શરમ અને દયા બન્ને આવે છે...આ હાલત ? કોંગ્રેસની ? કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને ભાજપમાં જોડાયા છે.આ સાથે કુલ પાંચ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં ગયા છે...શંકરસિંહ હજુ નથી ગયા...

 

 

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે સૂત્ર આપ્યું છે...કોંગ્રેસ આવી રહી છે...પણ હાલની સ્થિતિ જોતાં તો લાગે છે કે,કોંગ્રેસ આવી રહી છે...પણ ભાજપમાં.શંકરસિંહે વિદ્રોહ કર્યા પછી થોડીઘણી શંકા તો હતી જ આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકનું લક્ષ્ય પાર પાડવા મોદી-શાહની જોડી કંઇક તો કરશે જ અને કર્યું...કોંગ્રેસના ધારાસભ્યોને ખેંચી લીધા.

ધારાસભ્યો બળવંતસિંહ રાજપૂત,પ્રહલાદ પટેલ અને તેજશ્રી પટેલે ગઇકાલે કોંગ્રેસને રામ રામ કર્યા પછી આજે છના ચૌધરી અને માનસિંહ ચૌહાણે પણ કોંગ્રેસ છોડી દીધી છે અને ભાજપમાં જોડાય ગયા છે.શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા અને જામનગર ગ્રામ્યના રાઝવજી પટેલ પણ કોંગ્રેસ છોડવાના છે.રાઘવજી પટેલે કહ્યું છે કે,તેઓ કોંગ્રેસથી નારાજ છે અને આગામી વિધાનસભા ચૂંટણી તેઓ કોંગ્રેસમાંથી નહીં લડે.તેઓ ભાજપમાં જશે કે કેમ તે વાત હાલમાં અપ્રસ્તુત છે.તેમણે કહ્યું કે,કોંગ્રેસમાંથી એટલા ધારાસભ્યો તો ભાજપમાં જશે જ જેથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત જીતી શકે.

 

કોંગ્રેસની કમનસીબી આટલેથી પુરી નથી થતી.કોંગ્રેસના અન્ય ચાર ધારાસભ્યો...અશ્વિન કોટવાલ,મહેન્દ્રસિંહ બારૈયા,રાજેન્દ્રસિંહ ઠાકોર,ડોકટર અનિલ જોશિયારા તેમના ઘરે નથી,તેમના ફોન પર પણ બંધ છે...

પાંચ ધારાસભ્ય કોંગ્રેસ છોડી ગયા...શંકરસિંહ સહિત છ અને ચાર ધારાસભ્ય ગુમ છે...રાઘવજી પટેલનું નક્કી છે અને બીજા હજુ ચાર-પાંચનો વીમો છે અને તે કોણ હશે ? કોંગ્રેસ સાવ ભાંગીને ભૂક્કો થવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુજરાતના પ્રભારી અશોક ગહેલોત,કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીય સૂરજેવાલા,અહમદ પટેલ,શક્તિસિંહ ગોહિલ,ધારાસભ્ય આનંદ ચૌધરી,ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સાથે મળી અમદાવાદની હોટલ તાજમાં વિચાર-વિમર્શ,મંથન,ચર્ચા કરી રહ્યા છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News