India / gujarath
મેઘે મહેર આપી,મોત આપ્યા,મુશ્કેલીઓ આપી...બનાસકાંઠામાં વરસાદનો વિરામ...રાહતનો શ્વાસ લેતું જીવન
11:38 AM on 26th July, 2017

ગુજરાતમાં વરસાદ હવે વિલન સાબિત થઇ રહ્યો છે,ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં.આ વર્ષે લોકોએ સારો વરસાદ માગેલો અને વરસાદ સારો થયો અને થઇ પણ રહ્યો છે પણ વધારે પડતા વરસાદને કારણે મોત સહિતની મુશ્કેલીઓ પણ  સહન કરવાની આવી છે.આ ચોમાસામાં વરસાદને કારણે રાજ્યભરમાં 83 લોકોના મોત થયા છે.ઉત્તર ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 

રાજયમાં વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઇ છે કારણે કે,ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળતા અનેક માર્ગો તૂટી ગયા છે અને અનેક માર્ગો બંધ કરવા પડ્યા છે.રાજ્યભરમાં કુલ 501 માર્ગો બંધ છે.6 નેશનલ હાઇ-વે,26 સ્ટેટ હાઇ-વે,રાજ્યમાં પ્રવેશતા 122 માર્ગો બંધ છે.રાજ્યના 492 ગામોનો વીજ પુરવઠો બંધ છે.

બનસાકાંઠામાં વરસાદે વિરામ લીધો છે અને બનાસ નદીમાં પાણીની આવક ઘટી છે.ગામડાઓમાં ભરાએલા વરસાદના પાણી હવે ઉતરવા લાગ્યા છે હજુ પણ સંખ્યાબંધ ગામડાઓમાં વિજળી નથી.કેટલાય લોકો પાણીમાં ફસાયા હોવાની આશંકા છે.

 

બનાસકાંઠામાં આજે સવારે વરસાદ બંધ થયો છે પણ છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં 4 થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

પાટણમાં સર્જાયેલી તારાજી પછી બચાવકામગીરીને ઝડપી બનાવવા સેનાની મદદ લેવામાં આવી છે.પાટણના સાંતલપુરમાં બચાવ કામગીરી આર્મીને સોંપવામાં આવી છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News