World / Politics
મુક્તિ પહેલા હાફિઝ સઇદનો હુંકાર અને પડકારઃ 'ભારત મને કશું ન કરી શકે,કાશ્મીર જલ્દી આઝાદ થશે'
01:45 PM on 23rd November, 2017

પાકિસ્તાન સરકારે છેલ્લા 11 મહિનાથી નજરકેદ રાખેલા આતંકી આકા હાફિઝ સઇદને મુક્ત કરવા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની કોર્ટે આદેશ કર્યો છે.હાફિઝ સઇદ આજે મુક્ત થવાનો છે.મુક્તિ પહેલાં તેણે બડાશ મારતા કહ્યું હતું કે,ભારત તેને કશું ન કરી શકે અને કાશ્મીર બહુ જલ્દી સ્વતંત્ર થઇ જશે.પંજાબ કોર્ટે  મુક્તિનો આદેશ આપ્યો પછી એક વીડિયો સંદેશમાં હાફિઝે કહ્યું કે,તેની મુક્તિ પાકિસ્તાનની આઝાદીની જીત છે.

ઉલ્લેખનિય છે કે,ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાન સરકારે હાફિઝને તેના જ ઘરમાં નજરકેદ કર્યો હતો.પોતાની મુક્તિ પહેલાં હાફિઝે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.તેની મુક્તિનો આદેશ કરનારા જજોનો તેણે આભાર માન્યો છે અને કહ્યું કે,ખુદાનો આભાર.આ પાકિસ્તાનની આઝાદીની જીત છે.

 

 

ઉલ્લેખનિય છે કે,26-11ના મુંબઇ હુમલાનો સૂત્રધાર હાફિઝ સઇદ હોવાનું ભારત માને છે અને આ બાબતે પાકિસ્તાનને પુરાવાઓ પણ આપેલા છે.અમેરિકા પણ હાફિઝને મુંબઇ હુમલાનો સૂત્રદાર માને છે અને તેને વૈશ્વિક આતંકી જાહેર કરી 1 કરોડ ડોલરનું ઇનામ તેના માથા પર જાહેર કર્યું છે.

હાફિઝ સઇદના આતંકી સંગઠનનું નામ છે જમાત-ઉદ-દાવા.હાફિઝ આ સંગઠનને ચેરિટી સંસ્થા કહે છે.અમેરિકાનું કહેવું છે કે,આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મહોરું છે જમાત-ઉદ-દાવા.

 
 

Read Also

 
Related News