World / Politics
આતંકવાદીઓની યાદીમાંથી પોતાનું નામ દૂર કરાવવા હાફિઝ સઇદે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અરજી કરી
11:29 AM on 28th November, 2017

લગભગ 11 મહિના સુધી ઘરમાં જ નજરકેદ રાખવામાં આવેલા આતંકી આકા હાફિઝ સઇદને મુકત કરવા પંજાબ પ્રાંતની કોર્ટે આદેશ કર્યો હતો.હાફિઝે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અરજી કરી તેનું નામ આતંકવાદીઓની યાદીમાંથી કાઢવાની માગણી કરી છે.

 

 

લાહોરની એક કાનૂન સંબંધિત કંપની મિર્ઝા એન્ડ મિર્ઝા એ સઇદ હાપઇઝ તરફથી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અરજી કરી છે.હાફિઝને મુક્ત કરવામાં આવ્યો ન હતો તે સમયે આ અરજી કરવામાં આવી હોવાનો અહેવાલ છે.હાફિઝ તરફથી જે વકીલે અરજી કરી છે તેનું નામ છે નાવેદ રસૂલ મિર્ઝા.આ નાવેદ મિર્ઝા પંજાબ સરકારના પૂર્વ એડવોકેટ જનરલ અને નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યુરોના પણ પૂર્વ સદસ્ય છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે હાફિઝ સઇદને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો છે અને અમેરિકાએ તેના માથા પર 1 કરોડ ડોલરનું ઇનામ રાખ્યું છે.

 
 

Read Also

 
Related News