India / gujarath
મહિલાઓના કપાતા વાળઃ ભય-ભેદ-ભરમથી ભરપૂર ઘટનાઓ...વાસ્તવિક્તા કે વહેમ ? કોઇ કહે કાળી બિલાડી,કોઇ કહે લાલ સાડી વાળી મહિલા,કોઇ કહે વિચિત્ર વાનર...!...કિસકો ખબર કૌન હૈ વો,અન્જાન હૈ કોઇ...ગુમનામ હૈ કોઇ....બદનામ હૈ કોઇ...
12:57 PM on 12th August, 2017

ગુજરાતની જનતા આજકાલ રહસ્ય અને રોમાંચમાં જીવી રહી છે...રાજ્યસભાની ચૂંટણીના રોમાંચ અને રહસ્યની મજા લીધા પછી હવે રહસ્ય અને રોમાંચની અલગ જ પ્રકારની ઘટનાઓ રાજ્યભરમાં વિવિધ શહેરો અને ગામડામાં બની રહી છે...રહસ્ય અને રોમાંચની આ ઘટનાઓ છે મહિલાઓના વાળ કપાવાની...જેની સાથે ભય પણ જોડાએલો છે....

દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છ...દમણ બધે મહિલાઓના વાળ ભેદી રીતે કપાયાની એકાદ એકાદ ઘટના બની છે.પહેલા વાત કરીએ કચ્છના ગાંધીધામની મહિલાની.ગાંધીધામની વંદના ચૌધરી રાતે ઘરે એકલી હતી અને ઉંઘી રહી હતી તે દરમિયાન તેના વાળ કપાયા.પોતાના વાળ કપાયા હોવાની જાણ થતાં ભયભીત બનેલી વંદના બેભાન થઇ ગઇ.વંદનાનું રહેવું છે કે,તેણે સપનામાં કોઇ પરી જોઇ તે પછી તેના વાળ કપાયા...

 

 

સુરતના કીમ વિસ્તારમાં 24 કલાકમાં બે મહિલાના વાળ કપાયા.રિન્કુ શર્મા અને તેનો પતિ રાતે ઉંઘી રહ્યા હતા ત્યારે રિન્કુના વાળ કપાયા અને પછી પતિ-પત્નિ બન્ને બેભાન થઇ ગયા.કીમની જ પૂનમ શર્મા ઘરે એકલી હતી ત્યારે કોઇ મહિલા ભીખ માગવા આવી અને પૂનમનો ચોટલો કાપી ગઇ.

અમદાવાદના નારોલ વિસ્તારમાં કાજલ ચૌધરી નામની કિશોરી રાતે ઉંઘી રહી હતી ત્યારે તેનો ચોટલો કપાયો.

આ ઘટનાઓ માત્ર ગુજરાતમાં જ નથી બની રહી....વાત દમણ સુધી પહોંચી છે...દમણના કેવડી ફળિયામાં રહેતી મધુ પાસવાન રાતે ઉંઘતી હતી ત્યારે તેનો ચોટલો કપાયો અને મધુ બેભાન બની ગઇ.

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં પણ આવી ઘટના બની...જે મહિલાના વાળ કપાયા તેનું કહેવું છે કે,તેણે વિચિત્ર પ્રકારના વાનર જેવું કશું જોયું જે તેના વાળ કાપી ગયું.

અમરેલીના ધારીના વેકરીયા ગામે પણ એક યુવતીનો ચોટલો કપાયો અને યુવતી બેભાન બની ગઇ...

મહેસાણાના ખેરાલુમાં જે મહિલાના વાળ કપાયા તેનું કહેવું છે કે,લાલ સાડી પહેરેલી,ગોરી અને 35 વર્ષની એક મહિલા ઘરની બારીમાંથી આવી અને આ મહિલા સાથે તેની ઝપાઝપી પણ થઇ.

એક મહિલાનું કહેવું છે કે,કાળી બિલાડી આવીને તેને વળગી પડી અને બિલાડી વાળ કાપી ગઇ.

આ બધી ઘટનાઓમાં એક સમાન બાબત એ છે કે,જે મહિલાઓ સાથે આ ઘટના બની તે રાતે બની અને બધી મહિલાઓના ઘર અંદરથી સારી રીતે બંધ હતા અને છતાં વાળ કપાયા.કોઇએ મહિલા જોઇ,કોઇ બિલાડી તો કોઇએ વિચિત્ર વાનર.મોટા ભાગની ઘટનાઓમાં મહિલાઓ બેભાન બની છે.એક ઘટનામાં મહિલાને અચાનક ઉંઘ આવી જાય છે.બે ઘટનામાં ઝપાઝપી થાય છે.

બીજી ધ્યાન ખંચતી બાબત એ છે કે,જે વિસ્તારોમાં અને જે મહિલાઓ સાથે આ ઘટનાઓ બની છે તે નીચલા મધ્યમવર્ગ જેવા જણાતા વિસ્તારો અને પરિવારોની છે.આ ઘટનાઓ હિંદુ અને મુસ્લિમ બન્ને પરિવારોમાં બની છે.

 

શું હોય શકે કારણ ? કોણ કાપતું હશે મહિલાઓના વાળ ? આ કોઇ સામૂહિક હિસ્ટેરિયા હોય શકે ? આજના વિજ્ઞાનના જમાનામાં પણ ભૂત-પ્રેત કે પારલૌકિક ઘટનાઓ અસ્તિત્વ ધરાવે છે ? જો આવું જ હોય તો માત્ર વાળ જ કેમ અને મહિલાઓ જ કેમ ? 

ગરીબ કે નીચલા મધ્યમવર્ગમાં જ આ ઘટનાઓકેમ બની રહી છે ? વધુ શિક્ષિત,સમૃદ્ધ વિસ્તારો કે સોસાયટીઓમાં અને આધુનિક મહિલાઓ સાથે કેમ આવી ઘટના નથી બની રહી ? ચોટલા કપાવાની ઘટનાઓ ઉત્તર ભારતમાં શરૂ થઇ હતી.ગુજરાતની ઘટનાઓમાં ભયનું તત્વ પણ જોડાયું છે.

ચોટલા-ચોટલી કે વાળ કપાવાની આ ઘટનાનું સત્ય બહાર આવશે કે,દૂધ પીતા ગણપતિની જેમ આ ઘટનાઓ પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની અજાણી શ્રદ્ધા બનીને ભૂલાય જશે ? 


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News