India / gujarath
C D મામલે હાર્દિકનો પ્રતિભાવઃ જે કરું છું તે છાતી ઠોકીને કરું છું,જેને જે ઉખાડવું હોય ઉખાડી લે...હજુ ઘણું આવશે,કોઇ મહિલાને પણ શોધી લવાશે,પૈસા-ધમકી આપી નિવેદન પણ કરાવાશે...
06:23 PM on 13th November, 2017

લ્યો...અંતે C D આવી જ ગઇ.હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં જ આશંકા-અનુમાન-અંદાજ વ્યક્ત કર્યા હતા કે,તેની સેક્સ સીડી આવી શકે છે અને આજે આવી જ ગઇ.આ સીડી માટે હાર્દિકે સ્પષ્ટ પણે ભાજપને શ્રેય આપ્યો છે અને આગામી દિવસોમાં હજુ ઘણું બધું બહાર આવવાની નવી શકયતાઓ પણ વ્યક્ત કરી છે.હાર્દિકે કહ્યું કે,જો સીડીમાં હું હોઇશ તો ખુલ્લંખુલ્લા સ્વીકારી લઇશ.કશું છુપાવાનો નથી.તેણે કહ્યું કે,થોડી બેઠકો જે મળવાની છે તે બચાવવા ભાજપના આ પ્રયાસ છે.

આજે બપોરે હાર્દિકની કથિત સેકસ સીડી સોશિયલ મીડિયામાં અચાનક પ્રગટ થઇ અને વાયરલ થવા લાગી.મીડિયા તરત દોડીને હાર્દિક પાસે પહોંચ્યું.હાર્દિકે બહુ સ્વસ્થતાથી મીડિયાના સવાલનો જવાબ આપ્યો. 

 

હાર્દિકે કહ્યું કે, ''હજુ તો માત્ર સીડી જ વાયરલ થઇ છે. કોઇ વ્યક્તિને પણ લાવવામાં આવશે.ગંદી રાજનીતિ શરૂ થઇ ગઇ છે.ભાજપ ભૂંડા પ્રયાસ કરશે.જેણે આ સીડી આપી છે તે યુવાન ભાજપનો કાર્યકર છે.કોઇ ચિંતા નથી.બીજું ઘણું પણ તૈયાર કરવામાં આવ્યું છે.બેંગકોકમાં સીડી તૈયાર કરાવવામાં આવી છે.100 જેટલી સીડી તૈયાર કરાવવામાં આવી છે.જે દિવસે સુરતમાંથી બે આતંકી ઝઢપાયા તે જ દિવસે આ સીડી જાહેર કરવાનું રૂપાણી વિચારતા હતા પણ આવું ન કરવા કોઇએ સલાહ આપી હતી.સંજય જોશીની પણ આવી સીડી બનાવવામાં આવી હતી.રીઢા રાજકારણી તરીકે મારે આવું બધું સ્વીકારવા હવે તૈયાર થઇ જવાનું છે.  

હાર્દિકે કહ્યું કે, ''તેને માહિતી મળી છે કે,ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાંથી આદેશ મળ્યો છે કે,હાર્દિકના પૂતળા સળગાવો.મારા પૂતળા પણ સળગાવવામાં આવશે.મહિલાની જાસૂસી કરવી,કોઇની હત્યા કરાવવી તે ભાજપનું કામ છે.સમાજ અને રાજ્ય માટે લડવાનું છે અને લડાઇ ચાલુ રહેશે જેને જે ઉખાડવું હોય તે ઉખાડી લે.''

તેણે કહ્યું કે, ''તે સીડી જોશે અને પછી પગલાં લેવા વિશે વિચારશે.જો હું હોઇશ તો છાતી ઠોકીને સ્વીકારીશ,તેમાં કંઇ છુપાવવાનું નથી.જે કરું છું તે છાતી ઠોકીને કરું છું. ''

 
 

Read Also

 
Related News