India / gujarath
હાર્દિક પટેલને કેન્દ્ર સરકારની 'Y' શ્રેણીની સુરક્ષા,8 કમાન્ડો સતત સાથે રહેશે ! અગાઉ સુરક્ષાની ના કહી હતી,આ વખતે હા કેમ ?
12:46 PM on 24th November, 2017

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને કેન્દ્ર સરકારે  'Y' શ્રેણીની સુરક્ષા આપી છે. આ સુરક્ષા હેઠળ 8 કમાન્ડો સતત હાર્દિક સાથે  રહેશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને રાષ્ટ્રીય સેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતને જે સ્તરની સુરક્ષા મળે છે તે જ સુરક્ષા કેન્દ્ર સરકારે હાર્દિક પટેલને આપી છે.સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ને સોંપવામાં આવી છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો અને સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી તેના આધારે હાર્દિકને સુરક્ષા આપવા ભલામણ કરવામાં આવી હતી.

 

 

આ અગાઉ પણ હાર્દિકને પોલીસ સુરક્ષા આપવાની વાત હતી પણ હાર્દિકે તે સમયે સુરક્ષા લેવાનો એમ કહીને ઇનકાર કર્યો હતો કે,પોલીસ તેની જાસૂસી કરવા ઇચ્છે છે અને તે માટે તેને સુરક્ષાની વાત કરવામાં આવી છે.આ વખતે હાર્દિકે સુરક્ષા કેમ સ્વીકાર લીધી તે જિજ્ઞાસાનો વિષય છે.

જિજ્ઞાસાનો વિષય તો એ પણ છે કે,રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની સામાન્ય સુરક્ષાને બદલે સીધી જ 'Y' શ્રેણીની સુરક્ષા કેમ આપવામાં આવી ? હાર્દિક પર એવો તો શું ભય છે અને કોનો ભય છે ?

 
 

Read Also

 
Related News