India / gujarath
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધરવી લાવ લશ્કર સાથે મેઘાનું ઉત્તર ગુજરાત પર જળ આક્રમણ...નદી-નાળા-ડેમ છલકાયા,ગામો બેટ,રસ્તા 'વહ્યા',ઘર 'પૂર'માં પુરાયા
01:25 PM on 24th July, 2017

આ વર્ષે કુદરત કહેતા જળના દેવતા ઇન્દ્રદેવ ગુજરાત પર ત્રુઠ્યા છે.મેઘને જાણે આકરો આદેશ આપ્યો છે કે,ગુજરાતની તપ્ત ધરાને  તૃપ્ત કરો અને કંઠ સુધી તૃપ્ત કરો,ધરતીને ધરવો,તમારામાં હોય એટલું જળ ગુજરાતની ધરા પર વરસાવો.ગુજરાતમાં વરસાદ જામી પડ્યો છે અને એ હદે જામ્યો છે કે,માનવલોકને મેઘની મહેર હવે કહેર લાગવા માંડી છે.

આ વર્ષે ચોમાસાની શરૂઆત આક્રમક રહી હતી.શરૂ થયા પછી મેઘો રોકાતો જ નથી.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધરવ્યા અને પછી ડૂબાડ્યા અને હવે મેઘાએ તેના લાવ લશ્કર સાથે ઉત્તર ગુજરાતમાં પડાવ નાખ્યો છે.

 

 

 

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તો વરસાદે 24 કલાકમાં એવું આક્રમણ કર્યું કે,આખો બનાસકાંઠા જિલ્લો હાંફી ગયો છે.કેટલાય ગામો બેટ બન્યા છે,સંપર્ક વિહોણા બન્યા છે.રસ્તાઓ નદીની જેમ વહી રહ્યા છે,ધોવાય રહ્યા છે,તૂટી ગયા છે.નદી-નાળામાં ઘોડાપૂર આવ્યા છે,ખેતરો જળબંબાકાર છે,ડેમો છલકાયા છે અને કાં તો છલકાવાની તૈયારીમાં છે.અનેક લોકો પાણીમાં ફસાયા હોય  NDRFની ટીમને બચાવ અને રાહત માટે મોકલવામાં આવી છે.દાંતીવાડા ડેમ છલકાવાની તૈયારી છે.સિપુ ડેમ પણ છલકાવાની તૈયારીમાં છે.

બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં થએલા વરસાદના આંકડા જોઇને જ સમજ પડે છે કે,ત્યાં શું અને કેવી સ્થિતિ હશે.દાંતીવાડામાં 24 કલાકમાં 14 ઇંચ.ડીસામાં 9.5 ઇંચ,વડગામમાં 9 ઇંચ,દાંતા અને દિયોદરમાં 7-7 ઇંચ,અમીરગઢ,દાનેરા,પાલનપુર અને લખાણીમાં 10 ઇંચ વરસાદ થયો છે.

પાટણમાં આ જ સ્થિતિ છે.ખાસ કરીને પાટણના સરહદી વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે.નીચાણવાળા વિસ્તારોના 7 ગામોના 85 પરિવારોના 400થી વધુ લોકોને ઉંચા સ્થળે લઇ જવાયા છે.

 

 

એવું નથી કે,મેઘરાજાની પુરી સેના ઉત્તર ગુજરાત કૂચ કરી ગઇ છે.સેનાની ઘણી ટૂકડીઓ હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળ આક્રમણ કરી રહી છે.ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અમેક ડેમ છલકાયા છે.છેલ્લો અહેવાલ કતહે છે કે,જામનગરનો સસોઇ ડેમ છલકાયો છે.સસોઇ ડેમ 18 ગામોને સિંચાઇ પુરી પાડે છે અને જામનગર સહિત 26 ગામોને પીવાનું પાણી પુરું પાડે છે.

ગઇકાલ રવિવારના સવારે 8 કલાકથી આજે સોમવારે સવારે પુરા થએલા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડા આ મુજબ છે....

બનાસકાંઠા જિલ્લો

દાંતીવાડા 14 ઇંચ

ધાનેરા 10 ઇંચ

અમીરગઢ   10 ઇંચ

પાલનપુર 10 ઇંચ

લાખણી 10 ઇંચ

ડીસા   9.5 ઇંચ

વડગામ 9 ઇંચ

દાંતા   7 ઇંચ

દિયોદર 7 ઇંચ

કાંકરેજ 5 ઇંચ

થરાદ       5 ઇંચ

ભાભર       3.5 ઇંચ

સુઇગામ 3 ઇંચ

.................................

સાબરકાંઠા જિલ્લો

ઇડર   6.4 ઇંચ

પોશીના 6.2 ઇંચ

વિજયનગર 5.6 ઇંચ

ખેડબ્રહ્મા 5 ઇંચ

વડાલી 5 ઇંચ

હિંમતનગર 2.6 ઇંચ

................................

અરવલ્લી જિલ્લો

ભિલોડા 3.5 ઇંચ

મોડાસા 2.3 ઇંચ

માલપુર 2.3 ઇંચ

મેઘરજ 2 ઇંચ


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News