India / Entertainment
અભિનેત્રી સાક્ષી તંવરને 'ભૈંગી' કહેવા બદલ વ્યાપક લોકનિંદાનો ભોગ બની રહેલી હિનાખાન !
12:16 PM on 30th November, 2017

બિગ બોસ સિઝન 11ની સ્પર્ધક ટેલિવિઝન અભિનેત્રી હિનાખાનની લોકપ્રિયતા દિવસે દિવસે તળિયે જઇ રહી છે.ટેલિવિઝન અને ફિલ્મોની અભિનેત્રી સાક્ષી તંવરને  'ભૈંગી' કહેનાર હિનાખાનની વ્યાપક નિંદા થઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે,હાલમાં હિનાખાનનો એક વીડિયો વાયરલ થયો છે તેમાં હિનાખાને કહ્યું કે,ગૌહરખાનના ફોલોઅર્સ મારા કરતાં ઓછા છે.મારા અડધા કરતાં અડધા પણ નથી.હિનાખાને વરિષ્ઠ અભિનેત્રી સાક્ષી તંવરને ભૈંગી' કહી હતી.

 

 

બિગબોસ સિઝન 7ની વિજેતા ગૌહરખાને ટ્વિટ કરીને હિનાખાનની બરાબરની બજાવી છે.ગૌહરે સખ્યું છે કે,અચ્છાઇ અને તમીઝ તો શીખી નથી.ગણિત શીખી હોત તો આજે ખોટા અહંકારમાં આવીને કહેલી વાતો પર લોકો આટલુ હસત નહીં...! અલ્લાહ બધાને પ્રગતિ આપે...આમીન ! ઘમંડથી આજ સુધી કોઇનું કશું ભલું થયું નથી.સાક્ષી તંવર તમે સુંદર છો.

હિનાખાનની આ વાતથી અનેક સેલિબ્રિટી ગુસ્સામાં છે.ટેલિવિઝન અભિનેત્રી કામ્યા પંજાબી અને કિશ્વર મર્ચંટે પણ હિનાખાનની ટીકા કરી છે.કામ્યાએ લખ્યું છે કે,ઓ માઇ ગોડ,મેં જે જોયું તે સાચું છે  ? આ ખરેખર હિનાખાન છે  ? કોણ છે આ  ? ક્યાંથી આવી છે  ? ગૌહરખાન આઇ લવ યુ,મને તારા પર ગર્વ છે.સાક્ષી તંવર જેવી બનીને તે બતાવ પહેલા મેડમ.હિના તું તેનું નામ લેવાને પણ લાયક નથી.

 
 

Read Also

 
Related News