India / Business
બુલેટ ટ્રેનનું શું થશે ? વિમાન કરતાં પણ વધુ ઝડપી હાઇપરલૂપ ટ્રેન...દિલ્લીથી મુંબઇ માત્ર 1 કલાક...ભારત સરકારની મંજૂરીની પ્રતિક્ષા !
01:18 PM on 15th September, 2017

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાને ગઇકાલે ખાતમુહૂર્ત કર્યું અને સમાચાર આવ્યા કે,બુલેટ ટ્રેનને શમાવે તેવી એક યાતાયાત પદ્ધતિ ભારત સરકારના દરવાજે મંજુરીની રાહ જોઇ રહી છે,જેનું નામ છે હાઇપરલૂપ પદ્ધતિ. યાતાયાતનું એક સાધન હાઇપરલૂપ પણ છે તે લોકોને ખબર નથી.વિમાન અને બુલેટ ટ્રેન કરતાં પણ હાઇપરલૂપ વધુ ઝડપી યાતાયાત સાધન કે માધ્યમ છે તે તો વધુ આશ્ચર્યની વાત છે.દુનિયાના જે  શહેરોને હાઇપરલૂપ પ્રોજેક્ટ માટે પસંદ કરાયા છે તેમાં 4 શહેર ભારતના છે.

 

 

હવે સૌ પહેલા સમજીએ કે.હાઇપરલૂપ છે શું ? ગ્લોબલ ચેલેન્જ હેઠળ દુનિયાભરમાં હાઇપરલૂપ માટેના માર્ગોની ઓળખ કરવામાં આવી છે જ્યાં તેના સેટઅપ થઇ શકે.આ માટે પહેલાં 17 દેશોના 2600 શહેરોની ઓળખ કરવામાં આવી હતી હવે માત્ર પાંચ દેશોની અંતિમ પસંદગી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ટ્રેનની યાત્રા પદ્ધતિ અને સમયમાં મોટા પરિવર્તન આવવાના છે જે શક્ય બનશે હાઇપરલૂપ ટેકનિકને કારણે.હાઇપરલૂપ એક એવું માધ્યમ છે જે બહુ લાંબા અંતરને બહુ થોડા સમયમાં પુરું કરે છે.અમેરિકાની કંપની ટેસ્લા અને સ્પેસ એક્સે મળીને હાઇપરલૂપ શરૂ કર્યું છે.

હાઇપરલૂપ એ બંધ ટ્યબુની એક શ્રેણી હોય છે જેમાં કોઇપણ ઘર્ષણ કે હવાના અવરોધ વિના લોકોને એક સ્થળેથી બીજા સ્થળે યાત્રા કરાવી શકાય છે.હાઇપરલૂપ અંદરથી ટ્રેન જેવી જ હોય છે.Hyperloop One દ્વારા એક સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં દુનિયાભરના સ્થળોને હાઇપરલૂપ માટે પસંદ કરવાના હતા હવે કંપનીએ 10 સ્થળોને પસંદ કર્યા છે જ્યાં દુનિયાના સૌપ્રથન હાઇપરલૂપ ટ્રેક બનાવવામાં આવશે.

દુનિયાના પસંદ કરાએલા પાંચ દેશોના 10 સ્થળોમાં બારતનો પણ સમાવશે છે.આ ઉપરાંત અમેરિકા,બ્રિટન,મેક્સિકો અને કેનેડા પણ છે.આ દેશોના પસંદ કરવામાં આવેલા સ્થળો પર હાઇપરલૂપ ટ્રેક બનાવાશે.હાઇપરલૂપમાં લૂપનો અર્થ છે એક ટનલ જેના દ્વારા Hyperloop One  તેના પૉડ્સ મોકલશે જે પૉડ્સમાં યાત્રીઓ હશે.

 

 

હાઇપરલૂપની ગતિ વિમાન અને બુલેટ ટ્રેન કરતાં પણ વધુ હશે.જો કે,હાઇપરલૂપને  સાકાર કરવા સામે અનેક સવાલો અને સમસ્યાઓ છે.જે વિચાર છે તેનો પાયો છે મેગ્નેટિક લેવિએશન અને ઓછું ઘર્ષણ જેને કારણે ગતિ ઘણી વધુ મેળવી શકાય.હાલમાં રણમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.Hyperloop Oneના અધિકારીઓ ભારત સરકાર સાથે વાતચીત કરકી રહ્યા છે.જો ભારત સરકાર મંજૂરી આપે તો એક નિદર્શન સેટઅપ ભારતમાં બનાવવામાં આવશે.

જો ભારતમાં સેટઅપ ટ્રેક બનાવવામાં આવે અને પરીક્ષણ સફળ રહે તો બેંગાલુરુથી ચેન્નઇનું 334 કિલોમીટરનું અંતર માત્ર 23 મિનિટમાં જ કાપી શકાશે.મુંબઇ અને ચેન્નઇ વચ્ચેનું 1102 કિલોમીટરનું અંતર હાઇપરલૂપ માત્ર 63 મિનટમાં કાપી શકે.દિલ્લી-મુંબઇ વચ્ચેનું અંતર માત્ર 1 કલાકમાં કાપી શકાય.જો કે,ભારત સરકારે હજુ સુધી ટેસ્લા કંપનીને ભારતમાં નિદર્શન માટે મંજૂરી નથી આપી.

હાઇપરલૂપ વનનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યા પછી કંપની વધુ ટેસ્ટ કરી રહી છે.કંપનીએ અબુધાબીથી દુબઇ સુધી 804 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાઇપરલૂપ ચલાવવા આયોજન કર્યું છે.


 
 

Read Also

 
Related News