India / sports
હમ શરીફ ક્યા હુએ,પુરી દુનિયા હી બદમાશ હો ગઇઃ 1 ટેસ્ટના સસ્પેન્શનનો જાડેજાનો જવાબ
04:29 PM on 07th August, 2017

ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર ICCએ એક મેચનો પ્રતિબંધ મૂક્યો છે.પ્રતિબંધથી દુખી જાડેજાએ ટ્વિટ કરીને કહ્યું કે,હમ શરીફ ક્યા હુએ,પુરી દુનિયા હી બદમાશ હો ગઇ.

ઉલ્લેખનિય છે કે.ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આદર્શ આચાર સંહિતાના ઉલ્લઘંનની સજારૂપે જાડેજા પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કોલંબો ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગમાં ફોલોઓન રમવા આવી હતી.મેચની 58મી ઓવરમાં જાડેજાએ ફોલો થ્રુમાં બોલને ફિલ્ડ કરી ક્રીઝ પર ઉભેલા શ્રીલંકાના બેટસમેન દિમુથ કરુણારત્ને પર ફેંક્યો હતો જ્યારે કે,બેટસમેને રન લેવા પ્રયાસ પણ કર્યો ન હતો.

 

જાડેજાના આ વર્તનને  ICCની આદર્શ આચાર સંહિતાની કલમ 2.2.8નો દોષી માનવામાં આવ્યો છે. આ કલમનો અર્થ છે કોઇપણ ખેલાડી,ખેલાડીના સમર્થક,અમ્પાયર અથવા મેચ રેફરી તરફ અયોગ્ય રીતે અથવા ભયજમક રીતે બોલ ફેંકવો અથવા પાણીની બોટલ કે અન્ય કોઇ વસ્તુ ફેંકવી.

 
 

Read Also

 
Related News