India / gujarath
હાર્દિક અને અલ્પેશ અનાડી,જિગ્નેશ મેવાણી ખિલાડી...વડગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી,કોંગ્રેસને પણ સ્પષ્ટ સંદેશ..દલિત મતો માટે ભ્રમમાં ન રહેશો
11:46 AM on 27th November, 2017

વાહ...આને કહેવાય રાજનેતાની લાયકાત અને ગુણ.જિગ્નેશ મેવાણીમાં રાજનેતા બનવાના ગુણ છે,હોશિયારી છે,મુસ્તદ્દી છે અને ક્યારે કોને ઘા મારવો તેની આવડત પણ છે.કોંગ્રેસ સાએથ ખુલ્લં ખુલ્લા જોડાવાને બદલે એક અંતર જાળવી જિગ્નેશે રાજરમત શરૂ કરી હતી અને હવે પોતાના પત્તા ખુલ્લા કર્યા...અપક્ષ ઉમેદવાર બનીને.

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરમાં તકવાદીપણું અનુભવાય છે.બંનેમાં પરિપક્વતાનો અભાવ સ્પષ્ટ દેખાય છે.હાર્દિકને તો બોલતા પણ નથી આવડતું,તેની પાસે સારી ગુજરાતી પણ નથી તો હિંદી અને અંગ્રેજીની તો વાત જ ન થઇ શકે.અલ્પેશ ઠાકોર સ્પષ્ટપણે તકવાદી માણસ અનુભવાય છે.

 

 

જિગ્નેશ મેવાણી પાસે સારી ભાષા છે.સારી રજૂઆત શક્તિ છે.તેનું અંગ્રેજી સારું છે અને સમજી-વિચારીને પગલું ભરે છે અને માટે જ કોંગ્રેસના ખોળામાં બેસવાની ભૂલ તેણે ન કરી જેવી હાર્દિક અને અલ્પેશે કરી.કોંગ્રેસ માનતી રહી કે,જિગ્નેશ તેની સાથે જ છે અને જિગ્નેશે કોંગ્રેસનો આ ભ્રમ મસ્ત રીતે તોડ્યો,વડગામ બેઠક પર પોતાની અપક્ષ ઉમેદવારી જાહેર કરીને.હવે સાચી તકલીફ કોંગ્રેસને થવાની કારણ કે,ભાજપ માટે તો જિગ્નેશ રાજકીય દુશ્મન છે જ.કોંગ્રેસને એવું હતું કે,જિગ્નેશ મિત્ર છે પણ સોરી...!

વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે મણીભાઇ વાઘેલા.આ બેઠક પર તેઓ મજબૂત ઉમેદવાર મનાતા હતા પણ હવે જિગ્નેશે મેદાનમાં આવી કોંગ્રેસનો ખેલ બગાડી નાખ્યો છે. ભાજપ સિવાયના પક્ષોને જિગ્નેશે તો એવું પણ કહ્યું કે,તેઓ ઉમેદવાર ન ઉતારે અને તેને માટે તકલીફ ઉભી ન કરે,તે એકલો ભાજપ વિરૂદ્ધ લડી લેશે.

વડગામ બેઠક પર ઓબીસી.એસટી,એસસી મતદારોનું પ્રભુત્વ છે.જિગ્નેશને હરાવવા અથવા તો પોતાના મત કાપતો રોકવા કોંગ્રેસે અલ્પેશનો ઉપયોગ કરવો પડશે અને તો એક નવું સમીકરણ ઉભું થશે.

 
 

Read Also

 
Related News