India / gujarath
બોલો ચતુરો, આ ત્રણમાં ચતુર કોણ ? અલ્પેશ ? હાર્દિક કે જિગ્નેશ ? કોણ રાજા, કોણ એક્કો અને કોણ 'જોકર' ?
05:06 PM on 02nd November, 2017

વાઉ...ક્યા સીન હૈ...? ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે ખરેખર શતરંજ બની છે...જ્ઞાનતંતુઓની રમત.ચૂંટણીને જ્ઞાનતંતુઓની અને બૌદ્ધિક ક્ષમતાની રમત બનાવી છે ત્રણ નેતાઓએ.અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ.આ ત્રણેય રાજકીય નેતાઓ કોંગ્રેસ અને ભાજપના ધુરંધર રાજકીય ચાણક્યોની ચાલને ઉંધી પાડવા સક્ષમ છે ? 

કોંગ્રેસે જોડાવાનું આમંત્રણ આપ્યું અને ભાજપ સરકારની નીતિઓના ટીકાકાર અલ્પેશ ઠાકોર તો માથે પગ લઇને દિલ્હી દોડ્યા અને કોંગ્રેસમાં જોડાય ગયા અને ગાંધીનગરમાં રેલી પણ યોજી દીધી.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં ન જોડાયો અને અનામત મુદ્દે સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કોંગ્રેસને કહ્યું પણ કોંગ્રેસે સ્ટેન્ડ સ્પષ્ટ ન કર્યું અને હાર્દિકે ફરી મુદ્દત વધારી આપી છે.

 

 

જિગ્નેશ મેવાણીએ આજે ધડાકો કરી નાખ્યો.આજે જિગ્નેશે પત્રકારોને બોલાવી કહ્યું કે,તે કોંગ્રેસમાં જોડાયો નથી,જોડાવાનો નથી અને કોંગ્રેસ જ શું કામ,કોઇપણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી.તેણે કહ્યું કે,તે રાજકીય પ્રાણી છે અને કોઇપણ પક્ષના નેતાને મળવામાં તેને કોઇ શરમ સંકોચ નથી.તેણે કહ્યું કે,તે બંધબારણે કે,ચોરી ચોરી કોઇને મળવાનો નથી.

હાર્દિક,અલ્પેશ અને જિગ્નેશ...ત્રિપુટીના સહારે ચૂંટણી જીતી જવાની રણનીતિ બનાવી રહેલા કોંગ્રેસના રણનીતિકારોએ હવે પ્લાન બી બનાવવો પડશે ?

જિગ્નેશ કોંગ્રેસમાં ન જોડાયને પણ કોંગ્રેસને મદદ કરશે કે કેમ તે સવાલ છે.હાર્દિક હવે કદાચ અપ્રસ્તુત બનવા તરફ જઇ રહ્યો છે. એકલા અલ્પેશ ઠાકોરના સહારે કોંગ્રેસ ભાજપને હરાવી શકશે ? 

જિગ્નેશ કોંગ્રેસમાં કેમ નથી જોડાય રહ્યો ? અલ્પેશને કોંગ્રસમાં આપવામાં આવી રહેલું મહત્વ જિગ્નેશને સ્વીકાર્ય નથી ? જિગ્નેશ કોંગ્રેસમાં બીજા સ્થાને અથવા તો અલ્પેશથી નીચેના ક્રમે રહેવા તૈયાર નથી ? કે,કોંગ્રેસ પણ દલિતો મામલે હવામાં જ વાતો કરી રહ્યો હોવાનું જિગ્વનેશને લાગી રહ્યું છે ? હાલમાં તો જિગ્નેશ ન તો કોંગ્રેસ તરફી છે કે ન તો ભાજપ તરફી તો ચૂંટણીમાં તેનું મહત્વ તે કઇ રીતે સ્થાપિત અને સાબિત કરશે ?

હાર્દિક અને અલ્પેશ કરતાં જિગ્નેશ વધુ જાણકાર લાગે છે.તેની પાસે સારી ભાષા છે.સારી રીતે વાત કરી શકે છે.તે સ્પષ્ટ કહે છે કે,તે રાજકીય વ્યક્તિ છે.

હાર્દિક,અલ્પેશ અને જિગ્નેશનો પ્રત્યક્ષ કે પરોક્ષ,ઉપયોગ ન કરીને ઉપયોગ કરી લેવો,ઉપયોગ કરીને પણ ઉપયોગ ન કરવો..કેવી રીતે અને કઇ પદ્ધતિથી કોંગ્રેસ અને ભાજપ ઉપયોગ કરે છે તે જોવું રહ્યું.

જોવું એ પણ મજાનું રહેશે કે,કોણ રાજા,કોણ એક્કો અને કોણ જોકર સાબિત થાય છે.

 
 

Read Also

 
Related News