India / gujarath
જિગ્નેશે કરેલી દલિતો માટેની 90 ટકા માગણીઓ માગણી નહીં,બંધારણીય અધિકાર છેઃ રાહુલનો હકારાત્મક-સકારાત્મક પ્રતિભાવ કે ચૂંટણી ચાલ ?
02:06 PM on 04th November, 2017

રાહુલ ગાંધી અને ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણી વચ્ચે ગાઇકાલે નવસારીમાં મુલાકાત થઇ.જિગ્નેશે દલિતોની જે 17 માગણીઓ રાહુલને કહી તે સાંભળી રાહુલે કહ્યું કે,આ 17માની 90 ટકા માગણીઓ તે માગણીઓ નથી,દલિતોનો બંધારણીય અધિકાર છે અને કોંગ્રેસ આ અધિકારોને તેના ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપશે.

 

 

રાહુલ સાથેની મુલાકાત અંગે જાણકારી આપતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે,ભાજપ અને રાહુલના વિચારોમાં અંતર છે.ભાજપ તો તેની વાત જ નથી સાંભળતી.જિગ્નેશે કહ્યું કે,જો કોંગ્રેસ તેની વાત માની લેશે તો તે બહાર રહીને કોંગ્રેસને સમર્થન કરશે.ગુજરાતની જનતા હવે ભાજપથી છુટવા માગે છે.ભાજપ સરકારે પાટીદારોને વાત કરવા અનેત વખત બોલાવ્યા પણ દલિતો સાથે રાજકીય અસ્પૃશ્યતાની ભાવના રાખવામાં આવી રહી છે અને વાત કરવા દલિતોને બોલાવવામાં નથી આવી રહ્યા.

 
 

Read Also

 
Related News