India / gujarath
જિગ્નેશ મેવાણીનું ટ્વિટ ''Dear Hardik Patel, don't worry. I m with you. And right to sex is a fundamental right. No one has right to breach your privacy''....હાર્દિકે કહ્યું હવે તે પણ સીડી લાવશે !
02:06 PM on 14th November, 2017

હાર્દિક પટેલની કથિત સેકસ સીડીએ ગુજરાતમાં ધમાલ મચાવી છે અને કોંગ્રેસ હાર્દિકના સમર્થનમાં અને ભાજપ વિરોધમાં નિવેદનો કરી રહ્યો છે.લોકો જેમને થોડા દિવસ પછી મત આપવાનો છે તે ચૂપ છે અને બંને રાજકીય પક્ષોનો તમાશો જોઇ રહ્યા છે ત્યારે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી હાર્દિકને હિંમત અને આશ્વાસન આપ્યું છે.

જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું છે...Dear Hardik Patel, don't worry. I m with you. And right to sex is a fundamental right. No one has right to breach your privacy. મતલબ કે,પ્રિય હાપર્દિક પટેલ.ચિંતા ન કર.હું તારી સાથે છું.અને સેક્સ એ મૂળભૂત અધિકાર છે અને તારી અંગતતા પર આક્રમણ કરવાનો,અતિક્રમણ કરવાનો કે,તારી અંગતતાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર કોઇને નથી.

 

જિગ્નેશે આ ટ્વિટ કરતા જ ટ્વિટર પર ટ્રોલ થઇ ગયો.જે લોકોએ જિગ્નેશના ટ્વિટની ટીકા કરી તેને જવાબ આપતા જિગ્નેશે ટ્વિટ કરીને કહ્યું કે, Sathio, facebook ke inbox me messages mat bhejo ki tumhara C.D. kab aayega ! Jab aaye tab dekh lena... Hahaha.

દરમિયાનમાં હાર્દિકે સીડી કાંડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,આ વીડિયો તેનો નથી.તેણે કહ્યું કે,''હું મર્દ છું,નપુંસક નથી.જે કરવું હશે તો છાતી ઠોકીને કરીશ.જે સીડી બહાર આવી છે તે બનાવટી છે અને ભાજપની ગંદી રાજનીતિનો ભાગ છે.આ પ્રકારના કામ કરનારા અનેક લોકો ભાજપમાં છે.હવે હું પણ સીડી લાવીશ.''

 
 

Read Also

 
Related News