કપિલ શર્માનું સૂત્ર...હમ નહીં સુધરેંગે... 'બાદશાહો'ની ટીમને રઝળાવી... શૂટિંગ રદ્દ... ચેનલે આપી કપિલને નોટિસ !
લાગે છે કે,કપિલ શર્માને સુધરવાની ઇચ્છા નથી.અનિલ કપૂર અને શાહરૂખખાને સેટ પર બોલાવી શૂટિંગ કર્યા વિના પરત મોકલ્યા પછી હવે કપિલે 'બાદશાહો'ની ટીમને પણ સેટ પરથી પરત મોકલી દીધી છે.કપિલના આ વર્તનથી સોની ચેનલ પણ નારાજ છે અને નોટિસ આપી છે.
લોકપ્રિય કલાકારોનું શૉ છોડી જવું,શૉનું સતત ઘટતું રેટિંગ અને છતાં કપિલ બોલિવુડના સ્ટાર અને સુર સ્ટાર સાથે સવાયા સુપર સ્ટાર જેવું વર્તન કરી રહ્યો છે.અજય દેવગન તેની આગામી ફિલ્મ 'બાદશાહો'ના પ્રમોશન માટે કપિલના શૉના સેટ પર પહોંચ્યો પણ સેટ પર કપિલ જ ન હતો.અજયને કહેવાયું કે,શૂટિંગ રદ્દ કરાયું છે.અજય દેવગન નારાજ થઇને પરત જતો રહ્યો.

આ પહેલાં કપિલે અનિલ કપૂર અને શાહરૂખખાનને પણ આ જ રીતે પરત મોકલ્યા હતા અને અમિતાભ બચ્ચનને પણ પરત મોકલ્યા હોવાની ચર્ચા છે.
કપિલના આ પ્રકારના વર્તનથી સોની ચેનલ નારાજ છે અને કપિલને મૌખિક નોટિસ મોકલી સ્પષ્ટતા માટે બોલાવાયો છે.ઉલ્લેખનિય છે કે,સોની ચેનલે તાજેતરમાં જ કપિલના શૉને જીવદાન આપી કરાર રિન્યુ કર્યો છે.ચેનલ ઇચ્છે છે કે,કપિલ આ સમસ્યાનો અંત લાવે અને સ્પષ્ટ કરે કે,તે વારંવાર શૂટિંગ રદ્દ કેમ કરે છે.