India / gujarath
કપિલ સિબ્બલે શોધી કાઢ્યો પાટીદાર માગણી સંતુષ્ટિ માર્ગઃબંધારણની કલમ 31 હેઠળના વિકલ્પથી રાજ્ય સરકાર કાનૂન લાવી શકે છે,જેને કોર્ટમાં પડકારી શકાય નહીં !
01:11 PM on 11th November, 2017

આમ તો વાત ભેંસ ભાગોળે અને છાશ છાગોળે કહેવત જેવી છે પણ છતાં..કોંગ્રેસે પાટીદારોને અનામતનો એક સિદ્ધાંત (formula) આપ્યો છે.બંધારણની કલમ 31 અને 38 (2) હેઠળ સિબ્બલે પ્રસ્તાવ મૂક્યો છે.

અંગ્રેજી સમાચાર પત્ર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ કોંગ્રેસ સંબંધિત સૂત્રના માધ્યમથી સમાચાર આપ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે,કપિલ સિબ્બલે જે સિદ્ધાંત અનામત માટે પાટીદારોને બતાવ્યો છે તે મુજબ ''બંધારણની કલમ 31 અને 38 (2) હેઠળ એવો વિકલ્પ છે જે મુજબ રાજ્ય સરકાર તેની બંધારણીય જવાબદારીઓ પુરી કરવા કોઇ કાનૂન લાવી શકે અને આ કાનૂનને કોર્ટમાં પડકારી શકાય નહીં.'' ઉલ્લેખનિય છે કે,સિબ્બલે જે પ્રસ્તાવ મૂક્યો છે તે અનામત વર્ગો માટે નક્કી કરવામાં આવેલા 49 ટકા હેઠળ નહીં હોય.

 

 

સૂત્રોએ અખબારને કહ્યું કે, ''SC,ST,OBC માટેના નક્કી કરવામાં આવેલા 49 ટકા કવોટામાં અમે કોઇ પરિવર્તન નહીં કરીએ.તેનાથી અલગ એક નવો કાનૂન લાવીને 20 ટકાની વધારાની અનામત આપશું.''સૂત્રોએ કહ્યું કે,''અનામતનોઆ નવો પ્રસ્તાવ જાતિ આધારીત નથી પણ જરૂરિયાત આધારીત હશે.તેમાં OBC અનામત જેવા જ ફાયદા હશે અને તેનો લાભ પાટીદારોને પણ મળશે.''

આ બાબતે અખબારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાથે વાત કરી.તેમણે કહ્યું કે,''કપિલ સિબ્બલે અનેક વિકલ્પ આપ્યા છે.જે હેઠળ પાટીદારો અને અન્ય સમુદાયોને અનામતનો લાભ આપી શકાશે.''

કોંગ્રેસના એક અન્ય સૂત્રએ અખબારને કહ્યું કે,''હાર્દિકના નેતૃત્વવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિએ અમારા આ પ્રસ્તાવ અંગે સુતુષ્ટિ વ્યક્ત કરી છે પણ સમિતિએ કહ્યું છે કે, હાર્દિક સહિત પાટીદાર સમુદાયના નેતાઓ અને કાનૂનના જાણકારોનો અભિપ્રાય લીધા પછી જ કોઇ નિર્ણય કરશે.''

 
 

Read Also

 
Related News