India / gujarath
LIFE BEHIND THE BARS (જેલની જિંદગી), સુરતની જેલમાં રહી જેલ જીવનના અનુભવો પર લખાએલું પુસ્તક
04:03 PM on 24th December, 2016

જેલમાં જવું એટલે શું,જેલ એટલે શું,જેલમાં જીવાતું જીવન એટલે શું અને કેવું હોય છે આ જીવન ? જેલમાં તો અનેક લોકો ગયા છે,જાય છે અને જશે પણ એક સામાન્ય માણસ જે સંવેદનશીલ છે,કલાકાર છે,જીવનની સ્થિતિઓને સમજે છે અને પેન્સિલ કે પીંછીની માધ્યમથી તેની પ્રતિક્રિયા આપે છે,તેવા માણસને અચાનક જેલમાં જવું પડે અને ક્ષણમાં જ નવું જીવન શરૂ થાય તે માણસને કેવો અનુભવ કરાવે,તે અનુભવ કેવો હોય તે લખાયું છે અંગ્રેજી પુસ્તક LIFE BEHIND THE BARSમાં,જેના લેખક છે વિરેન્દ્ર વૈષ્ણવ...

 

 

સુરતના રહેવાસી વિરેન્દ્ર વૈષ્ણવ 2010માં સુરતમાં થયેલી એક હત્યા કેસના આરોપી છે અને છેલ્લા 6 વર્ષથી સુરતની લોજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે.વિરેન્દ્ર વૈષ્ણવ સ્વભાવથી-પ્રકૃતિથી કલાકાર છે,ચિત્રકાર છે.ચિત્રની ઘણી સ્પર્ધાઓ તેમણે જીતી છે,અનેક પ્રમાણપત્રો મેળવેલા છે.

કલાકાર પ્રકૃતિના વિરેન્દ્રભાઇને જેલમાં જવાનું થયું અને તેમને ભાન થયું કે,તેમનું જીવન અચાનક અને ધરમૂળથી બદલાય ગયું છે.બહારની જીંદગી અને જેલની અંદરની જીંદગી તદ્દન અલગ છે.તેમને લાગ્યું કે,જેલની ચાર દિવાલમાં તે દરેક ક્ષણે 24 કલાક મરી રહ્યા છે.6 વ્રષથી જેલમાં બંધ વિરેન્દ્રભાઇ હાલમાં જામીન પર બહાર છે.જેલના અનુભવોને તેમણે જેલમાં જ લખવાના શરૂ કર્યા અને બની ગયું એક પુસ્તક.

 

 

આ પુસ્તક પ્રકાશિત કરવા તેમણે લંડનની પુસ્તક પ્રકાશક કંપની ઓલિમ્પિયા પબ્લિશિંગ હાઉસનો સંપર્ક કર્યો.પુસ્તકની કાચી પ્રત મોકલી આપી.ઓલિમ્પિયા પબ્લિશિંગ હાઉસને વિરેન્દ્રભાઇના અનુભવોનું લાખણ પસંદ આવ્યું અને આ લખાણ પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની મંજૂપી માગી,જે વિરેન્દ્રભાઇએ આપી અને વિરેન્દ્રભાઇના જેલના અનુભવ હવે 108 પાનાનું LIFE BEHIND THE BARSનમનું પુસ્તક બની જાન્યુઆરી 2017માં પ્રકાશિત થવા જઇ રહ્યું છે.વિરેન્દ્રભાઇએ 2011માં તેમના જેલના અનુભવ લખવા શરૂ કર્યા હતા અને 2015માં આ લખાણ પુરું થયું હતું.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News