India / Business
મોદી સરકારની વિકાસ નીતિ...રાંધણ ગેસ બાટલાના ભાવ દર મહિને 4 રૂપિયા વધશે... સબસિડી તદ્દન બંધ થશે...! આપકા ખર્ચ, આપકા વિકાસ ?
12:33 PM on 01st August, 2017

રાંધણ ગેસ પર દસકાઓથી અપાતી સબસિડી  કેન્દ્રની મોદી સરકાર બંધ કરવા જઇ રહી છે. પ્રજાને જોરકા ઝટકા ધીરે સે લગે તે માટે સરકારે તેલ કંપનીઓને કહ્યું છે કે,દર મહિને રાંધણ ગેસ બોટલ પર 4-4 રૂપિયા વધારવાનું શરૂ કરે અને બજારમાં જે ભાવે ગેસ બોટલ મળે છે તે ભાવ સુધી સબસિડીવાળા બોટલના ભાવને લઇ જાય અને પછી સરકાર જાહેર કરશે કે,રાંધણ ગેસ બોટલ પરની સબસિડી  બંધ.

દર મહિને 4-4 રૂપિયા વધારવા પાછળનું ગણિત કે તર્ક એ હોય શકે કે,દર મહિને 4 રૂપિયા વધુ આપવાનું લોકોને ભારે ન પડે,દુ-ખ ન થાય અને ખિસ્સા ખાલી થઇ ગયાનું ન લાગે...અને ચોક્કસ મહિનાઓ પછી ગેસ બોટલની કિંમત બજાર ભાવે મળતા બોટલની કિંમતની બરાબર થઇ જાય તે ખબર પણ ન પડે.

બીજું કારણ એ પણ હોય શકે કે,સરકાર સમજતી હોય કે,મોદી સરકારમાં લોકોનું જીવન ધોરણ એટલું તો ઉંચુ આવી જ ગયું છે કે,રાંધણ ગેસ બોટલના 700-800 રૂપિયા આપી શકે...જો આવું બને તો એ પણ કહી શકાય કે,ભારતે આર્થિક વિકાસ કર્યો છે.

 

 

ઉલ્લેખનિય છે કે,હાલમાં સરકાર 14.2 કિલોના રાંધણ ગેસ બોટલ પર 87 રૂપિયાની સબસિડી આપે છે.મોદી સરકાર ન માત્ર રાંધણ ગેસ બોટલ પર,પેટ્રોલ અને ડીઝલ સહિતના બધા પેટ્રોલિયમ ઉત્પાદનો પરની સબસિડી બંધ કરવાની છે.

સરકારની સૂચનાને પગલે પેટ્રોલિયમ કંપનીઓએ રાંધણ ગેસ બોટલ પર દર મહિને 4 રૂપિયા વધારવાના શરૂ પણ કરી દીધા છે.સરકારનું આયોજન છે કે,માર્ચ 2018 સુધીમાં સબસિડી સંપૂર્ણપણે રદ્દ કરી દેવી.જો કે,સરકારે કોઇ સમય મર્યાદા નક્કી નથી કરી પણ હાલ અપાતી સબસિડી શૂન્ય સુધી ન પહોંચે ત્યાં સુધી દર મહિને 4 રૂપિયા વધતા રહેશે.

1 જુલાઇના અહેવાલ મુજબ દેશમાં હાલમાં કુલ 18.12 કરોડ રાંધણ ગેસ ગ્રાહકો છે જેમાં લગભગ 2.5 કરોડ ગરીબ ગ્રાહકો છે જેમને પર્ધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગત એક વર્ષ દરમિયાન રાંધમ ગેસ બોટલ આપવામાં આવ્યા છે.સબસિડીનો લાભ ન લેતા ગ્રાહકોની સંખ્યા છે 2.66 કરોડ.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News