India / Business
તમારા આધાર કાર્ડની માહિતી તમારા ફોન પર...સ્માર્ટ ફોન માટે mAadhaar એપ લોન્ચ
02:18 PM on 19th July, 2017

આધાર એપ લોન્ચ કરી દેવાયું છે.સ્માર્ટ ફોન માટે લોન્ચ કરવામાં આવેલા આ એપનું નામ છે  mAadhaar.આ એપનો ઉપયોગ કરી તમે તમારા આધારકાર્ડની બધી જ વિગતો તમારા સ્માર્ટ ફોન પર જોઇ શકશો,મેળવી શકશો,ઉપયોગ કરી શકશો.

આધાર કાર્ડના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે કે,હવે યુઝર્સ તેનું આધાર મોબાઇલ ગમે ત્યાં લઇ જઇ શકશે.આ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.

 

એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તમારા આધારની સત્યતા પ્રમાણિત કરવી પડશે.એપ ડાઉનલોડ કર્યા પછી સૌ પહેલા તમારે તમારો પાસવર્ડ બનાવવો પડશે.તે પછી આધારકાર્ડનો નંબર દાખલ કરવો પડશે.તે પછી તમારા ફોન નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ મોકલવામાં આવશે.આ વન ટાઇમ પાસવર્ડ એન્ટર કર્યા પછી આધારકાર્ડ સંબંધી તમારી બધી માહિતી તમને મળી જશે.આ એપનો ઉપયોગ કરી યુઝર્સ જો ઇચ્છે તોતેનો બાયોમેટ્રિક ડેટા લૉક કે અનલૉક કરી શકે છે.જો તમે આ એપમાં તમારો આધાર પ્રોફાઇલ બનાવી તેને રજિસ્ટર્ડ કરાવી લો તો  પછી તમારે આધારકાર્ડની હાર્ડ કૉપી એટલે કે,અસલી આધારકાર્ડ સાથે લઇને ફરવાની જરૂર નથી.એપમાં આપવામાં આવેલા QR કૉડ અને પાસવર્ડથી સુરક્ષિત તમારો  eKYC  ડેટા જરૂર હોય ત્યાં શેર કરી શકો છો.આ એપ દ્વારા તમે તમારો પ્રોફાઇલ અપડેટ પણ કરી શકશો પણ તેના માટે વિનંતી મોકલવી પડશે અને તે જો મંજૂર કરવામાં આવે તો તમે તમારા પ્રોફાઇલમાં ફેરફાર કરી શકશો.

હાલમાં આ એપ બીટા વર્ઝનમાં છે અને આ એપ તેમના માટે જ કામનું છે જેમનો મોબાઇલ નંબર આધારકાર્ડ સાથે નોંધાએલો  છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News