India / gujarath
સેવા સાથે કમાણીનો ફંડા...એક આઇડિયા જો બદલ દે સબકી દુનિયા...મફત ઝેરોક્સ કાફે... મુકામ પોસ્ટ હિંમતનગર !
12:35 PM on 19th July, 2017

સેવા મફતમાં નથી થતી...અને સેવા મફતમાં પણ થાય છે....તે માટે જરૂર હોય છે સેવા કરવાની ભાવના અને તે માટે મહેનતની.ઉત્તર ગુજરાતના હિંમતનગરની બજારમાં એક નાની અમથી દુકાન છે પણ સેવાનું મોટું મથક છે....નામ છે મફત ઝેરોક્સ કાફે.

હિંમતનગરમાં રહેતો એક છોકરો,નામ તેનું હેત દેસાઇ. 12મા ધોરણમાં ભણે.12મું ધોરણ એટલે બોર્ડ અને જીવનની દિશા નક્કી કરતું ધોરણ.પુષ્કળ ભણવાનું અને વાંચવાનું. પુસ્તકો,ગાઇડો,પ્રોજેક્ટસ,એસાઇનમેન્ટના કાગળિયાની ડઝનબંધ ઝેરોક્સ કરાવવાની અને તે માટે પૈસા ખર્ચવાના.હેત દેસાઇએ તો પૈસા ખર્ચી ઝેરોક્સ કઢાવી,ધોરણ 12 પાસ કરી લીધું પણ ઝેરોક્સનો આ મોટો ખર્ચો તેને એક પ્રશ્ન વિચાર આપતો ગયો કે,વિદ્યાર્થીઓને અને બીજા લોકોને પણ ઝેરોક્સ મફતમાં કાઢી આપવાનું ન બની શકે ? 

 

 

વિદ્યાર્થીઓને અને બીજા બધાને કેવી રીતે મફત ઝેરોક્સ કાઢી આપવી ? જે મનમાં સવાલ ઉભો થયો હતો તે જ મનમાં જવાબ મળ્યો કે,લોકોને મફત ઝેરોક્સ આપવાનો ખર્ચ બીજા ઉઠાવે તો આ આ મફત સેવા શક્ય બને.

હેત દેસાઇએ દુકાનદારોને મળવાનું અને જાહેરાત આપવા માટે સમજાવવાનું શરૂ કર્યું.ફંડા એ હતો કે,ઝેરોક્સ પ્રિન્ટની એક બાદુ જાહેરાત છાપવાની આ જાહેરાતના રૂપિયા જે તે જાહેરાત દાતા પાસેથી લેવાના અને લોકોને અને કાસ કરીને વિદ્યાર્થીઓને મફતમાં ઝેરોક્સ કાઢી આપવાની.વધુમાં વધુ 15 ઝેરોક્સ મફત કાઢી આપવાની.

હેત દેસાઇનું કહેવું છે કે,તેનો અનુભવ કહે છે કે,એક વિદ્યાર્થીને રોજ વધુમાં વધુ 15 ઝેરોક્સની જરૂર પડતી હોય છે.તેના મફત ઝેરોક્સ કાફેમાં સામાન્ય નાગરિકને પણ વધુમાં વધુ 15 ઝેરોક્સ મફત કાઢી આપવામાં આવે છે.

 

 

હાલમાં તેના મફત ઝેરોક્સ કાફેમાં રોજની સરેરાશ 1400થી1700 ઝેરોક્સ નિકળે છે.20 મે,2017ના દિવસે હેત દેસાઇએ મફત ઝેરોક્સ કાફે શરૂ કર્યું ત્યારે તેની પાસે માત્ર 7 સ્પોન્સર હતા જે હવે વધીને 16 થયા છે.ધંધા-વ્યવસ્યાવાળાની જાહેરાત થાય,લોકોને મફતમાં ઝેરોક્સ મળે અને હેત દેસાઇને કમાણી પણ થાય. આ છે સેવા સાથે કમાણીનો ફંડા...આમ કે આમ ગુટલીઓકે દામ...!

 આ આઇડિયા કે ફંડાને સેવાના અન્ય ક્ષેત્રે પણ લાગુ કરી શકાય કે કેમ તે વિશે વિચારવા જેવું છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News