ગઇકાલ 12 ઓકટોબરથી શરૂ થએલા અને 18 ઓકટોબર સુધી ચાલનારા 19મા 'મામી' ફિલ્મ ફેસ્ટિવલ નિમિત્તે મુકેશ અંબાણીએ ગઇકાલે તેમના નિવાસ સ્થાને પાર્ટી યોજી હતી.આ પાર્ટીમાં હિદી ફિલ્મોના અનેક સ્ટાર અને હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.ઉલ્લેખનિય છે કે,19મા 'મામી' ફિલ્મ ફેસ્ટિવલની પ્રાયોજક મુકેશ અંબાણીની કંપની છે.19મા 'મામી'ની ચેરપર્સન આમિરખાનની પત્ની કિરણ રાવ છે.

ઉલ્લેખનિય છે કે, ધ મુંબઇ એકેડમી ઓફ ધ મુવિંગ ઇમેજ ((MAMI) એક સાર્વજનિક ટ્રસ્ટ છે અને તે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેને મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ કહેવામાં આવે છે.પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેકટર હ્રુષિકેશ મુખર્જીની આગેવાનીમાં ફિલ્મ જગતની હસ્તીઓએ મળી 1997માં ધ મુંબઇ એકેડમી ઓફ ધ મુવિંગ ઇમેજ (MAMI) એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવી મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી.હાલમાં આ ટ્રસ્ટના ચેરમેન પદે કિરણ રાવ છે.ગત વર્ષે પણ મુકેશ અંબાણીની કંપનીએ આ ફેસ્ટિવલને પ્રાયોજીત કર્યો હતો.
ગઇકાલે અંબાણીએ આપેલી પાર્ટીમાં આમિરખાન અને કિરણ રાવ તો હતા જ,અનુપમ ખેરસકંગના રણોત.ઝાએરા વસીમ,કરણ જોહર,