India / gujarath
વૈવાહિક જીવનમાં અપ્રાકૃતિક શારિરીક સંબંધના મામલામાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યા જવાબ
05:38 PM on 07th November, 2017

દાંપત્ય જીવન તથા નર અને નારીની એક મહત્વપૂર્ણ અને પાયાની  વૃતિ તથા અનિવાર્યતા,શારિરીક સંબંધોમાં કથિત અપ્રાકૃતિક માગણી અને ક્રિયા સંબંધિત એક મહત્વપૂર્ણ મામલાની ગુજરાત હાઇકોર્ટ સુનાવણી કરી રહી છે.દાંપત્ય જીવનમાં પતિની પત્ની પાસે મૌખિક મૈથુનની માગણી બળાત્કાર અથવા ક્રૂરતા સમાન છે કે નહીં તે બાબતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.આ મામલામાં કોર્ટ એ બાબતનો નિર્ણય પણ કરશે કે,આ પ્રકારની ઘટનાઓમાં પતિ વિરૂદ્ધ કેસ ચલાવી શકાય કે કેમ ?

ઉલ્લેખનિય છે કે,એક મહિલાએ તેના પતિ વિરૂદ્ધ મૌખિક મૈથુન મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.મહિલાના પતિએ હાઇકોર્ટમાં અરજી કરી તેના વિરૂદ્ધનો કેસ રદ્દ કરવાની માગણી કરી છે.પતિની દલીલ છે કે,આ પ્રકારની ક્રિયા બળાત્કાર અથવા તો SODOMY  હેઠળ નથી આવતા.

દાંપત્ય જીવનમાં બળાત્કાર અંગે વાત કરતા જસ્ટિસ પારડીવાલાએ માન્યુ કે,ભારતમાં આવું બને છે.આ બાબતને તેમમે શરમજનક ગણાવતા કહ્યું કે,તેના કારણે લગ્ન જેવી સંસ્થા પરના વિશ્વાસને આઘાત પહોંચે છે.

 

 

કોર્ટે રાજ્ય સરકારને નોટિસ મોકલી ઘણા સવાલના જવાબ માગ્યા છે.

- કોઇ પત્ની તેના પતિ વિરૂદ્ધ અપ્રાકૃતિક સેકસ માટે આઇપીસીની કલમ 377 હેઠળ કેસ દાખલ કરી શકે ?

-  જો પતિ પત્ની પર મૌખિક મૈથુન માટે દબાણ કરે તો તેને કલમ 377 હેઠળ અથવા ક્રૂરતા માનીને કલમ 498A હેઠળ ગુનો માનવામાં આવશે ?

- કલમ 376 હેઠળ તેને બળાત્કાર માનવામાં આવશે ?

વૈવાહિક જીવનમાં-સંબંધમાં બળાત્કારની વ્યાખ્યા અંગે પણ કોર્ટ ચર્ચા કરશે.ઉલ્લેખનિય છે કે,પતિ-પત્નીના સંબંધમાં પતિ દ્વારા પત્નીને બળજબરીથી અથવા ધમકાવીને અથવા તો પત્ની જ્યારે હા કે ના કહેવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેની સાથે શારિરીક સંબંધ બાંધવાને દાંપત્ય જીવનમાં બળાત્કાર માનવામાં આવે છે.


 
 

Read Also

 
Related News