India / sports
ગોલ્ડન પંચ...એશિયન ચેમ્પિયનશિપમાં બોકસર મેરી કોમનો પાંચમો ગોલ્ડ મેડલ
03:07 PM on 08th November, 2017

 

વિશ્વ ચેમ્પિયન મહિલા બોકસર એમસી મેરી કોમે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે.એશિયન ચેમ્પિયનશિપમાં મેરી કોમે તેનો શક્તિશાળી પંચ બતાવ્યો અને ગોલ્ડ મેડલ જીતી લીધો..મેરી કોમનો આ પાંચમો એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ છે.

 

એશિયન ચેમ્પિયનશિપમાં 48 કિલોની લાઇટ ફ્લાઇવેટ શ્રેણીની ફાઇનલમાં મેરી કોમે ઉત્તર કોરિયાની કિમ હયાંગ મિને 5-0થી પરાજીત કરી હતી.ઉલ્લેખનિય છે કે,જાપાનની બોકસર સુબાસાને સેમીફાઇનલમાં 5-0થી પરાજીત કરી મેરી કોમ ફાઇનલમાં પહોંચી હતી.

લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપમાં 2003,2005,2010 અને 2012માં ગોલ્ડ જીત્યા હતા.2003માં તેને સિલ્વર મેડલ મળ્યો હતો.

 
 

Read Also

 
Related News