India / sports
ક્રિકેટ કે જહાં ઔર ભી હૈ...ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વન-ડે ક્રિકેટમાં 6000 રન બનાવી સૌથી વધુ રન કરવાનો વિક્રમ બનાવ્યો !
05:44 PM on 12th July, 2017

ભારતમાં ક્રિકેટનો અર્થ પુરૂષો રમે છે તે જ ક્રિકેટ.ભારતની મહિલા ક્રિકેટર્સ પણ દુનિયામાં ધૂમ મચાવે છે.હાલમાં ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે 6000 રન પુરા કરી સૌથી વધુ રન કરવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે,હાલમાં ઇંગ્લેન્ડમાં  ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વ કપ ટુર્મામેન્ટ ચાલી રહી છે.આ ટુર્નામેન્ટમાં આજે ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે 6000 રન પુરા કર્યા હતા અને વન-ડેમાં સૌથી વધુ રન કરવાનો વિક્રમ તેના નામે કરી લીધો હતો.ઉલ્લેખનિય છે કે,આ પહેલા આ વિક્રમ ઇંગ્લેન્ડની ખેલાડી શેલોર્ટ એડવર્ડસના નામે હતો, તેણે 191 મેચમાં 5992 રન બનાવ્યા હતા.મિતાલી રાજે 182 મેચમાં 6000 રન બનાવ્યા છે.

 

મિતાલી રાજ છેલ્લા 17 વર્ષથી દેશ માટે રમી રહી છે.તેણે 26 જૂન 1999માં આયરલેન્ડ વિરૂદ્ધ વન-ડે મેચમાં ઇન્ટરનેશનલ  સ્તરે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને પહેલી જ મેચમાં સદી ફટકારી હતી.તેની સરેરાશ 51.81 રનની છે.

તેણે 10 ટેસ્ટ મેચમાં 663 રન અને 63 ટી20માં 1780 રન બનાવ્યા છે.વન-ડેમાં સૌથી વધુ અડધી સદીનો વિક્રમ પણ મિતાલીના નામે છે.તેણે વન-ડેમાં 48 અડધી સદી કરી છે અને સતત સાતવાર અડધી સદી કરી છે.

 
 

Read Also

 
Related News