માગે એ મોદી નહીં,મેળવે તે મોદીઃ મોદીએ મત માટે વિનવણી કરવાની ન હોય! મત 'માગી' ને મોદી તેમની છાપ-પ્રતિભા અને ગુજરાતમાં સત્તા પણ ગુમાવશે ?
વર્ષ 2014 સુધી એક નરેન્દ્ર મોદી હતા,એક મોદી આજે છે.ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અને 2014માં લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે દેશનો મતદાર મોદીને મત આપવા આતૂર હતો,મોદીને મત માગવાની જરૂર જ ન હતી.દેશના લોકતોના મત તેમના નામે જ લખાયા હતા.આજે સ્થિત જુદી છે.આજે મોદીએ રીતસર મત માગવા પડી રહ્યા છે.મતદારોને ભાવુક બનાવી મત મેળવવાની મોદી તનતોડ મહેનત કરી રહ્યા છે.
ગુજરાત હોય,ઉત્તર પ્રદેશ હોય કે,લોકસભા ચૂંટણી હોય ભાજપને વિજયી બનાવવા મોદીની એક સભા કાફી હતી અને આજે અનેક સભાઓ પછી પણ મોદીના મનમાં વિશ્વાસ નછી જ કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપ જીતી જ જશે અને સરકાર બનાવવા જેટલી બેઠકો મળી જ જશે.મોદી ભલે 151 બેઠકોની વાત કરે,આજની તારીખે વાસ્તવિક્તા એ છે કે,ભાજપ 100 બેઠકો સુધી પણ નથી દેખાતું.

મોદીએ ભૂજની સભામાં ગુજરાતના દીકરાઓના અપમાનની વાત કરી.આજે મોરબીની વાત કરી,મચ્છુ ડેમ હોનારત સમયે તેમણે કરેલા કામો યાદ કરાવ્યા અને સ્વ.શ્રીમતિ ગાંધીની પરોક્ષ ટીકા કરી.ગુજરાતને બદનામ કરનારાઓને માફ ન કરવાની મતદારને અપીલ કરી.
ના...આ મોદીની સ્ટાઇલ નથી.છેલ્લા બે દિવસના મોદીના ભાષણમાં વિવશતા-લાચારી-ભય-આશંકા વર્તાય રહ્યા છે.મોદીએ મત માગવાના હોય,મત માટે વિનવણી ન કરવાની હોય.મોદીએ તો એવું ભાષણ કરવાનું હોય કે,સભામાંથી લોકો જાય ત્યારે મનમાં ગાંઠ વાળીને જાય કે,મત તો ભાજપના જ ઉમેદવારને આપશે,મોદીના નામે.
મત માગી,મત માટે વિનવણી કરી,કોંગ્રેસ ભાજપના મત ઝૂંટવી રહ્યો હોવાનું પરોક્ષ કબૂલ કરી મોદી તેની છાપ અને પ્રતિભા તો ગુમાવી જ રહ્યા છે અને કદાચ ગુજરાતમાં ભાજપની સત્તા પણ.
મોદીએ મોદીના જ ટોનમાં વાત કરવી જોઇએ જેથી મત માગવા ન પડે પણ સામે ચાલીને આવે.