ભૂજમાં મોદીઃવિકાસને ભૂલી,ભાવનાઓથી ભરેલું ભાષણ ! 151 બેઠક ભાજપને આપવા ગુજરાતના મતદારને મોદીની વિનંતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા કપરા અને આકરા ચઢાણ કરી રહેલા મોદી આજથી ફરી ગુજરાતના પ્રવાસે છે.આજે મોદીએ ભૂજમાં જાહેર સભા સંબોધી તેમાં ક્યાંય ગુજરાત અને દેશના વિકાસ,રોજગારીની વાત ન કરતાં ભાવનાત્મક વાતો કરી અને ભાજપને 151 બેઠક અપાવવા વિનંતી કરી.
ભૂજની સભામાં આજના ભાષણમાં વિકાસને ભૂલીને મોદીએ કહ્યું....

- ભૂજનો પ્રેમ પામીને અભિભૂત છું
- આશાપુરા માતાના આશીર્વાદ મળવા તેવા સૌભાગ્યની વાત છે
- જનતાના આશીર્વાદ લેવા ગુજરાત આવ્યો છું
- વિપક્ષ કીચડ ઉછાળતું રહે,કમળ ખીલતું કરેશે
- આ ચૂંટણી વિકાસ અને વંશવાદ વચ્ચે છે
- ક થી કચ્છ અને ક થી કમળ
- હું ખેડૂતોની મહેનતને સલાન કરવા આવ્યો છું
- ગુજરાત ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે
- પાકિસ્તાનની કોર્ટે હાફિઝ સઇદને છોડ્યો તો કોંગ્રેસે તાળી વગાડી
- કોંગ્રેસના નેતાઓ ગુજરાતની ધરતી પર આવી ગુજરાતના પુત્રોનું અપમાન કરે છે
- ગુજરાતના પુત્રોના અપમાનની સજા જનતા કોંગ્રેસને આપશે
- ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા છે
- ભારતની સેના ડોકલામમાં ચીનની સેના સામે અડગ ઉભી હતી ત્યારે આ લોકો ચીનના રાજદૂતને ભેટતા હતા
- કોંગ્રેસ પાસે ન તો નીતિ છે કે ન તો દાનત છે
આજે ભૂજની સભામાં તો મોદીએ ભાવનાત્મક વાતો કરી હવે જોવાનું એ રહે છે કે,ગુજરાતમાં અન્ય સભાઓમાં પણ ભૂજના ભાષણનું જ પુનરાવર્તન કરે છે કે કેમ.વિકાસના મુદ્દાને અને વાતને મોદી આયોજનપૂર્વક ભૂલી રહ્યા છે અને ગુજરાતના મતદારના મનમાં ભાજપ માટે ભાવનાઓનો ઉદ્રેક કરવાની કોશિશ કરી રહ્યા છે.મોદીએ મતદારોને કહ્યું કે,ભાજપને 151 બેઠક અપાવજો.