India / gujarath
કોંગ્રેસના અધ્યક્ષપદે રાહુલનું ચૂંટાવું નિશ્ચિતઃ મોદીએ કહ્યું ''ઔરેંગઝેબ રાજ તેમને મુબારક હો,બાદશાહની ઔલાદને જ સત્તા મળશે તે નક્કી હતું''
02:28 PM on 04th December, 2017

સત્તા...સત્તા...સત્તા ! સત્તાની ઇચ્છા શું શું અને કેવું કેવું અને કઇ હદનું કામ નેતાઓ પાસે કરાવે છે તે આજકાલ ગુજરાતમાં જોવા અને સાંભળવા મળી રહ્યું છે.કોંગ્રેસના અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની વરણી નિશ્ચિત હોય આ બાબતે વડાપ્રધાન મોદીએ કટાક્ષ કર્યા છે.નહેરૂ -ગાંધી વંશને પરોક્ષ રીતે મુગલ વંશ અને તખ્તનશીની પરંપરા સાથે સરખાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે,કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે રાહુલે ફોર્મ ભર્યું છે અને રાહુલ જ જીતશે અને અધ્યક્ષ બનશે તે નક્કી છે.દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં જાહેર સભા સંબોધતા મોદીએ કહ્યું કે,કોંગ્રેસ એ પક્ષ નથી, અંગત ટોળું છે.અમારા માટે દેશ મોટો છે.બાદશાહને ખબર હોય છે કે,તેની ઔલાદને જ તખ્ત મળશે.મોદીએ કહ્યું કે,તેમને (કોંગ્રેસને) ઔરેંગઝેબ રાજ મુબારક હો.

 

 

મોદીએ તેમના ભાષણનો પ્રારંભ કરતાં કહ્યું કે,જહાંગીરના સ્થાને શાહજહાં આવ્યો.ત્યારે ક્યાં કોઇ ચૂંટણી થઇ હતી ?શાહજહાંની જગ્યાએ ઔરેંગઝેબ આવ્યો ત્યારે કોઇ ચૂંટણી થઇ હતી ? આ તો અગાઉથી જખબર હતી કે,જે બાદશાહ છે તેની ઔલાદને જ સત્તા મળશે.

મોદીએ કહ્યું કે,કોંગ્રેસના નેતાઓ પોતે જ માને છે કે,આ કોઇ પક્ષ નથી,અંગત ટોળું છે.કોંગ્રેસને ઔરેંગઝેબ રાજ મુબારક હો.કોંગ્રેસના અધ્યક્ષ પદ મામલે અવાજ ઉઠાવનાર મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શહજાદ પૂનાવાલાની મોદીએ ગઇકાલે સુરેન્દ્રનગરની સભામાં પ્રશંસા કરી હતી.

રાહુલે કોંગ્રેસ અધ્યક્ષપદનું ફોર્મ ભર્યું તે મામલે ભાજપે પ્રહાર શરૂ કરી દીધા છે.ભાજપના નેતા જીવીએલ નરસિંહરાવે ટ્વિટ કરીને કહ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષપદે રાહુલના નિશ્ચિત ચૂંટાવા અંગે શુભકામના.હવે ન તો જુની પેઢી કે ન તો નવી પેઢી કોઇ મહત્વ ધરાવે છે.રાહુલની ખાસ 'પીડી' જ હવે તો મહત્વ ધરાવે છે.ઉલ્લેખનિય છે કે,રાહુલના પાળેલા કૂતરાનું નામ 'પીડી' છે.કોંગ્રેસના મિત્રો 'પીડી'ને સલામ કરવા તૈયાર થઇ જાવ.


 
 

Read Also

 
Related News