India / Politics
ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, વાવાઝોડા સાથે તોફાની વરસાદ
01:08 AM on 24th April, 2013

- નવી આવકથી પાણીનો પ્રશ્ન હળવો બન્યો
સૌરાષ્ટ્રમાં  માવઠાને કારણે રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના ડેમોમાં નવાં નીર આવ્યા છે. સુકાભઠ્ઠ અને ક્રિકેટના મેદાન સમા ભાસતા આ ડેમોમાં પાણીની આવકને કારણે રાજકોટ અને ગોંડલનો કેટલાક દિવસનો પાણી પ્રશ્ન હળવો થયો છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના ૬૨ ડેમમાંથી માટી કાંપ કાઢવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ  વરસાદને કારણે ગોંડલના વેરી અને છાપરવાડીમાં નવાં નીરને કારણે તેમજ કરમાળ, રૂપાવટી, નાયકા, વાંસલ અને લીંબડી ભોગાવોમાં અન્ય કારણોસર હાલ તૂર્ત કાંપ કાઢવાની કામગીરી અટકાવવામાં આવી છે.

 
 

Read Also

 
Related News