World / Politics
કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !
03:08 PM on 16th November, 2017

ઉત્તર કોરિયાનું મીડિયા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ પર લાલઘૂમ છે.કિમ જોંગ ઉનનું અપમાન કરનાર ટ્રંપ મોતના અધિકારી હોવાનું તથા કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરવાને કારણે તેઓ કાયર હોવાનું ઉત્તર કોરિયાના મીડિયાએ કહ્યું છે.

ઉત્તર કોરિયામાં સત્તા પર બેઠેલા પક્ષના સમાચાર પત્ર રોડોંગ સીનમુનમાં પ્રકાશિત સંપાદકીય લેખમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રંપની અત્યંત ઉગ્ર ટીકા કરવામાં આવી છે.ગત સપ્તાહે ટ્રંપે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી તે બાબતે ગુસ્સે વ્યક્ત કરવામાં આવ્યો છે.દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન ટ્રંપે ઉત્તર કોરિયાની ક્રૂર સરમુખત્યાર શાસનની ટીકા કરી હતી.

 

રોડોંગ સીનમુનમાં પ્રકાશિત સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે,સૌથી મોટા ગુના માટે તેમને ક્યારેય માફ ન કરી શકાય અને આ ગુનો છે તેમણે સર્વોચ્ચ નેતૃત્વની ગરિમાને બહુ ખરાબ રીતે આઘાત પહોંચાડ્યો છે.ટ્રંપને જાણ હોવી જોઇએ કે,આ ગંભીર આરોપ બદલ તેઓ કોરિયાના લોકો દ્વારા મોતની સજાના હકદાર છે.

ઉલ્લેખનિય છે કે,એસિયાના પાંચ દેશોની યાત્રા પુરી કરીને અમેરિકા જતા પહેલા ટ્રંપે એક ટ્વિટ કર્યું હતું તેમાં લખ્યું હતું કે,કિમ જોંગ ઉન મને ઘરડો કહીને અપમાનિત કેમ કરે છે.મેં તો તેમને ક્યારેય જાડિયો અને બાઠિયો નથી કહ્યા.

 
 

Read Also

 
Related News