'An Ordinary Life'...24 કલાકમાં માફી માગવાની અને 2 કરોડ રૂપિયા વળતર આપવા નવાઝુદ્દીનને અભિનેત્રી સુનિતા રાજવારની નોટિસ
દસકાઓ સુધી હિંદી ફિલ્મોમાં એક્સ્ટ્રાનું કામ કરી પાંચ-છ વર્ષથી પ્રસિદ્ધિ અને પૈસાને માણી રહેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકે તેની આત્મકથા 'An Ordinary Life' પણ લખાવી નાખી. 'An Ordinary Life' તેના માટે હવે સામાન્ય ન રહેતા ખાસ બની ગઇ છે કારણ કે,આ પુસ્તકને કારણે બહુ મોટા અને ગંભીર વિવાદ સર્જાયા છે,પુસ્તકને પરત લઇ લેવું પડ્યું છે અને નવાઝને નોટિસ પણ મળી છે.

ઉલ્લેખનિય છે કે, નવાઝુદ્દીની આત્મકથા જેવા પુસ્તક 'An Ordinary Life'માં નવાઝે તેની જુની મહિલા મિત્રો વિશે ખોટા અને અભદ્ર ઉલ્લેખ કર્યો હોય,જુની મહિલા મિત્રોએ મીડિયામાં નવાઝની આકરી ટીકા કરી હતી.નવાઝની કથિત જુની મહિલા મિત્ર અને ટેલિવઝન તથા ફિલ્મોની અભિનેત્રી સુનિતા રાજવારે નવાઝને નોટિસ મોકલી 24 કલાકમાં માફી માગવા અને તેની નામનાને થયેલા નુકસાન બદલ 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવાની માગણી કરી છે.
'An Ordinary Life' માં નવાઝે સુનિતાને તેની પ્રથમ મહિલા મિત્ર ગણાવી લખ્યું છે કે,તે સમયે હું સફળ ન હોવાથી સુનિતાએ મેને છોડી દીધો તે પછી મને આત્મહત્યાના વિચાર આવતા હતા.સુનિતાએ કહ્યું કે,નવાઝે તેના પુસ્તકમાં તેની (સુનિતાની) ખરાબ છાપ ઉભી કરી છે અને તેના વિશે ખોટું બોલ્યો છે.મને પુસ્તકમાં ખલનાયિકા જેવી દર્શાવી છે.આ સંબંધ વિશે મારા પરિવાર અને મારા સાસરિયાને ખબર ન હતી.આ ખુલાસાથી મારી અંગત જિંદગીમાં ખલેલ પડી છે.
સુનિતાએ ફેસબુક પર લખ્યું હતું કે,નવાઝ તેના બન્ને વચ્ચેની અંગતપળોની વાતો તેના મિત્રોને કરતો હતો અને હસતો હતો તેથી મેં તેને છોડી દીધો હતો.હવે સુનિતાએ નવાઝને નોટિસ મોકલી 24 કલાકમાં માફી માગવા અને 2 કરોડ રૂપિયા નુકસાની ચૂકવવાની માગણી કરી છે.