દેશમાં ભાજપા અને ભાજપા સહયોગી શાસિત રાજ્યોમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર
મોદીને મુશ્કેલીમાં મૂકી શકે તેવો એક રિપોર્ટ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોએ જાહેર કરેલા દલિતો વિરૂદ્ધના સૌથી વધુ અપરાધના આંકડા ધરાવતા પ્રથમ પાંચ રાજ્યોમાં ભાજપા શાસિત અને ભાજપાના સહયોગથી ચાલતી સરકારવાળા રાજ્યોના નામ છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોએ જાહેર કરેલા આંકડા જોઇએ તો દલિતો વિરૂદ્ધના અપરાધ જ્યાં સૌથી વધુ છે તેવા રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ છે.મધ્ય પ્રદેશમાં છેલ્લા 10 વર્ષથી શિવરાજસિંહ ચૌહાણની ભાજપાની સરકાર છે.મધ્ય પ્રદેશ પછી બીજી ક્રમે રાજસ્થાન છે.ત્રીજા ક્રમે ગોવા છે.આ ત્રણેય રાજ્યોમાં સરકાર ભાજપાની છે.
ચોથા ક્રમે બિહાર છે જ્યાં ભાજપાના સમર્થનથી નીતિશ સરકાર ચાલી રહી છે.પાંચમા ક્રમે ગુજરાત છે.2016માં ગુજરાતમાં 1322 કેસ દાખલ થયા છે.
ગુજરાતમાં મતદાન થતાં પહેલાં જ જાહેર થએલા આ આંકડાનો ઉપયોગ વિપક્ષ ભાજપને ભીડવવા કરે છે કેમ અને કરે છે તો કઇ રીતે કરે છે તે જોવું રહ્યું.