India / Business
લ્યો...હવે રૂપિયા 50ની નવી ચલણી નોટ...મહાત્મા ગાંધી શ્રેણી હેઠળ છપાશે
11:50 AM on 19th August, 2017

રૂપિયા 500 અને 2000ના મૂલ્યની નવી ચલણી નોટ બજારમાં મૂક્યા પછી હવે રિઝર્વ બેંક રૂપિયા 50ના મૂલ્યની નવી ચલણી નોટ લાવી રહી છે.રિઝર્વ બેંકે ગઇકાલે શુક્રવારે આ બાબતે નિવેદન આપ્યું અને નવી નોટના ચિત્રો પણ પ્રકાશિત કર્યા.50 રૂપિયાના મૂલ્યની આ નવી ચલણી નોટો મહાત્મા ગાંધી શ્રેણી હેઠળ છપાશે અને બજારમાં મૂકાશે.નવી નોટની આગળની બાજુ ગાંધીજીનો ફોટો હશે.રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે.નોટની પાછળની બાજુ દક્ષિણ ભારતનું જગપ્રસિદ્ધ કોણાર્ક મંદિર હશે જે ભારતની સાંસ્કૃતિક વારસાનું પ્રતિક હશે.બેંકના નિવેદનમાં કહેવાયું છે કે,રૂપિયા 50ની નવી નોટો આવશે અને જુની નોટો પણ ચાલતી રહેશે.નવી નોટો આવવાથી જુની નોટો રદ્દ નહીં થાય.

 

અંગ્રેજી સમાચાર પત્ર ફાઇનાન્સિયલ એક્સપ્રેસનો અહેવાલ કહે છે કે, રૂપિયા 50ની નવી નોટોનો રંગ ચમકતો ભૂરો છે અને મોટની બન્ને બાજુ અન્ય આકૃતિઓ અને ભૂમિતિના આકાર છે.

એક વાત એવી પણ છે કે,સરકાર 200 રૂપિયાની નોટ લાવવા પણ વિચારી રહી છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News