RILની સફળતા,જિયોના વિશ્વ વિક્રમ,મોબાઇલ ડેટા ઉપયોગમાં ભારતનો ક્રમ પ્રથમ,જિયો આપશે શૂન્ય રકમમાં 4G ફીચર ફોન

જિદ્દે ચઢેલો ગુજરાતી કોઇનો નહીં, ગુજરાતી કોઇપણ હોય તે જો કોઇ બાબતને વટનો સવાલ બનાવી લે તો ક્યારેય પારોઠના પગલાં નથી ભરતો તે મોહનદાસ કરમચંદ ગાંધી હોય કે મુકેશ અંબાણી હોય. ભારતના ટેલિકૉમ ક્ષેત્રે એક ચક્રી શાસન કરવા મુકેશ અંબાણી જાણે જિદે ચઢ્યા છે.