India / Entertainment
'ઉડતા પંજાબ'ને મંજૂરી ન આપવા સરકારે કહ્યું હોવાનો પહલાજ નિહલાનીનો ઘટસ્ફોટ
05:24 PM on 19th August, 2017

ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે,અનુરાગ કશ્યપની ફિલ્મ 'ઉડતા પંજાબ'ને સેન્સર બોર્ડમાં પાસ ન કરવા સરકારે કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે,'ઉડતા પંજાબ' સેન્સર બોર્ડમાં પાસ થવા ગયું તે પછીથી વિવાદ શરૂ થયો હતો અને હિંદી ફિલ્મ ક્ષેત્રમાં નિહલાની વિરૂદ્ધ અવાજ ઉઠવા લાગ્યા હતા.નિહલાની માટેનો વિરોધ વધતાં સરકારે તેમને પદ પરથી હટાવ્યા હતા પ્રસુન્ન જોશીને અધ્યક્ષ બનાવ્યા હતા.

 

યુટ્યુબ પર એક ચેનલને આપેલી મુલાકાતમાં નિહલાનીએ કહ્યું કે, 'ઉડતા પંજાબ'ને પાસ ન કરવા મંત્રાલયે તેમને કહ્યું.''મને ઘણી જગ્યાએથી દબાણ કરવામાં આવ્યું આ ફિલ્મને પાસ ન કરવા.પંજાબમાંથી પણ નિર્દેશ મળ્યા કે આ ફિલ્મ પાસ ન થવી જોઇએ.

સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકે મારી પાસે જે માર્ગદર્શિકા હતી તે મુજબ મેં 'ઉડતા પંજાબ' પાસ કરી.''

 
 

Read Also

 
Related News