India / gujarath
કોંગ્રેસે ચાટેલી એંઠી લોલીપોપ હાર્દિકને બહુ ભાવે છે અને OBCમાં સમાવેશની માગણી ભૂલી આધ્યાત્મિક ગૂરૂ જેવી વાતો આજે હાર્દિકે કર્યાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું અવલોકન !
03:34 PM on 22nd November, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓનું મતદાન થાય તે પહેલાં હાર્દિક પટેલે કોંગ્રેસનું પરોક્ષ સમર્થન કરી દીધું અને પાટીદારોને  વિનંતી કરી કે,તેમનો મત નકામો ન જાય તેનું ધ્યાન રાખે. હાર્દિક પટેલની આજની પ્રેસકોન્ફન્સ પુરી થવાની રાહ જ જોતું હોય તેમ ભાજપે હાર્દિકની પ્રેસકોન્ફરન્સ પુરી થઇ અને તરત નીતિન પટેલને પ્રેસ સામે બેસાડી દીધા.નીતિન પટેલે હાર્દિકની હળવી ઠેકડી કરી અને આધ્યાત્મિક ગુરૂ સાથે હાર્દિકને સરખાવ્યો.

હાર્દિકે તેની પ્રેસકોન્ફરન્સમાં કોંગ્રેસની જ પ્રશંસા કરી અને ભાજપની ટીકા કરી તેનો જવાબ નીતિન પટેલે આપ્યો.તેમણે કહ્યું કે,છેલ્લા 1 વર્ષથી હાર્દિક પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ કરી અનામતાન લાભોની માગણી કરી રહ્યો હતો અને આ જ તેની મુખ્ય માગણી હતી.ઓબીસીને નોકરી અને શિક્ષણમાં મળતા લાભો પાટીદારોને મળે તેવી તેની માગણી હતી.

હવે કોંગ્રેસ અને PASSના પત્તા અને ચહેરા ખૂલી પડી ગયા છે.લોકોના નકાબ ઉતરી ગયા છે.કોંગ્રેસના એજન્ટો બની પાટીદારોનો સોદો કરતા લોકોના ચહેરા પરના નકાબ ઉતરી ગયા છે.કોંગ્રેસની સૂચના અને આદેશ મુજબ હાર્દિક અને તેના સાથીઓ બોલતા હતા.આ લોકો સમાજને વેંચવા અને સમાજનો સોદો કરવા નિકળ્યા છે.

 

 

કોંગ્રેસભવનમાં મોડી રાતે જઇ ઘૂંટણિયે પડી કહેતા હતા કે,કોંગ્રેસે તેમને જે પૈસા આપ્યા છે તેનું વળતર વાળી આપવાની આજીજી કરતા હતા.મોડી રાતે કપિલ સિબ્બલને બોલાવાયા અને નકલી ચર્ચાઓ કરવામાં આવી.સમાજને છેતરવાની ચર્ચા હતી.મૂળ મુદ્દો ટિકિટનો હતો.હાર્દિકે તેના પસંદગીના ઉમેદવારોને ટિકિટ અપાવી.

આ બાબતનો PASSના કાર્યકરોએ જ વિરોધ કર્યો અને ભરતસિંહ સોલંકીના ઘરે જઇ તોફાન કર્યું.કોંગ્રેસે તેના કાર્યાલયનો મોટી રકમનો વીમો ઉતરાવ્યો.

આજની પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકની ભાષા અને વાતચીતની ઠેકડી કરતાં નીતિન પટેલે કહ્યું કે,સારી ભાષા,સારા શબ્દોનો ઉપયોગ કર્યો અને પોતો નિર્દોષ અને પવિત્ર છે તેવું આધ્યાત્મિક ગુરૂ જેવું પ્રવચન કર્યું.હાર્દિકે કહ્યું કે,સત્તાની ઐયાશીમાં પડવા નથી માગતો

ચવાણુ અને દારૂમાં ન પડવા લોકોને કહ્યું પણ ગુરજરાત,દેશ અને પુરી દુનિયાએ હમણાં જ જોયું છે કોણ ઐયાશી કરે છે.

નીતિન પટેલે કહ્યું કે,કોંગ્રેસની એંઠી અને ચાટેલી લોલીપોપ આ લોકોને બહુ ભાવે છે,તેથી આજે ફરી લોલીપોપ ચાટી છે અને કોંગ્રેસની ફોર્મ્યુલા મંજૂર કરી છે.

નીતિન પટેલે કહ્યું કે,હાર્દિકે આજે સુપ્રીમના ચુકાદાની જે છણાવટ કરી તે એવી રીતે કરી છે જાણે સુપ્રીમો કોઇ મોટો પ્રસિદ્ધ વકીલ કરે.હાર્દિક ગ્રેજ્યુએટ છે કે નહીં તે ખબર નથી પણ તેને કોર્ટ શું તે ખબર છે કે કેમ ? હાર્દિકે જે કાગળ વાંચ્યો તે કોંગ્રેસે તેને આપ્યો હતો.આ કાગળ સોદાબાજીના ભાગરૂપે તેને આપવામાં આવ્યો હતો.


 
 

Read Also

 
Related News