India / gujarath
ઉત્તર ગુજરાતમાં મેઘે માજા મૂકી...ન આભ ન ધરતી...ચારે બાજુ પાણી જ પાણી...જનજીવન પલળીને લોચો...બાકી હતું તે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું ! આબુમાં 36 કલાકમાં 62 ઇંચ !
11:59 AM on 25th July, 2017

ગુજરાતમાં ખરેખર તો મેઘની મહેર જ છે પણ માનવીય અવ્યવસ્થાને કારણે આ મહેર કહેર બની છે.ઉતત્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ ગાંડો બનીને ત્રાટક્યો છે.મેઘે માજા મૂકી છે.સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઇંચ નહીં ફુટના માપે વરસાદ વરસ્યો છે.

વિતેલા છેલ્લા 24 કલાક એટલે કે,સોમવાર સવારે 8 કલાકથી આજે મંગળવાર સવારે 8 કલાકે પુરા થએલા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના 21 તાલુકાઓમાં 5થી10 ઇંચ,113 તાલુકાઓમાં 11થી20 ઇંચ,98 તાલુકામાં 21થી40 ઇંચ અને 18 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

 

 

 

તાલુકાઓના નામ પ્રમાણે વાત કરીએ તો  દાંતીવાડામાં 18.5 ઇંચ,પાલનપુરમાં 15.5 ઇંચ,વડગામમાં 15 ઇંચ,અમીરગઢમાં 14.5 ઇંચ,લાખણીમાં 12 ઇંચ, ડીસામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનિય છે કે,ઉતત્ર ગુજરાતમાં ચોમાસાનો 94 ટકા વરસાદ વરસી ગયો છે.

જે સ્થિતિ બનાસકાંઠાની છે તેવી જ સ્થિતિ સાબરકાંઠાની પણ છે.સાબરકાંઠાના ઇડરમાં 11.5 ઇંચ,હિંમતનગરમાં 9 ઇંચ,પાટણમાં 12 ઇંચ  વરસાદ વરસ્યો છે.

 

 

બનાસકાંઠાના ખારિયા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું છે.કેનાલનું પાણી ખારીયા, ટોટાણા, ચીડોતણ, રણકપુર, સુદરોસણ, સોનપુર,આનંગપુરા ગામોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.એક તરફ બનાસકાંઠામાં વરસાદ હજુ યથાવત છે.બીજી તરફ કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે.ભારે વરસાદના કારણે બનાસ નદી ગાંડીતૂર બની છે.જિલ્લાના ત્રણેય ડેમ દાંતીવાડા, સિપૂ અને મુક્તેશ્વર ઓવરફ્લો થયો છે.દાંતીવાડામાંથી 1 લાખ 30 હજાર કયુસેક,સિપૂમાંથી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.ધાનેરા, લાખણી, થરાદ અને ડીસાના અનેક ગામો સંપર્ક વિહોણા છે.

પાટણના સાંતલપુરના રાજુસરા નજીક પાણીમાં ફસાએલા 28 લોકોને  NDRF અને સેનાએબચાવ્યા હતા.

 

 

માઉન્ટ આબુમાં છેલ્લા 36 કલાકમાં 62 ઈંચ વરસાદ ખાબક્યો છે.જેના પગલે આબુના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે.જાણકારોનું માનવું છે કે, આબુમાં છેલ્લા 60 વર્ષના ઈતિહાસમાં આ વર્ષે સૌથી ભારે વરસાદ પડ્યો છે.ભારે વરસાદને કારણે માઉન્ટ આબુમાં 2 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદની વચ્ચે 8 કુંટુંબ ફસાયા હતા તેમને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News