India / sports
બેડમિંટન ખેલાડી પી વી સિંધુએ ઇંડિગો ફ્લાઇટમાં તેની સાથે ખરાબ વર્તનનો મુદ્દો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો
03:15 PM on 04th November, 2017

વિશ્વની નંબર બે બેડમિંટન ખેલાડી,રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભારતની પી વી સિંધુએ ઇંડિગો એરલાઇનની ફલાઇટમાં એરેવઝના કર્મચારીઓએ તેની સાથે કરેલા ખરાબ વર્તનનો મુદ્દો સોશિયલમીડિયામાં ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, યાત્રીઓ સાથે જો આવું વર્તન કરાશે તો એરલાઇન તેની પ્રતિષ્ઠા ગુમાવશે.

 

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા બેડમિંટન ખેલાડી પી વી સિંધુએ ટ્વિટ કર્યું છે કે,4 નવેમ્બરે ઇંડિગો એરલાઇનની ફલાઇટ 6E 608માં મુંબઇની યાત્રા દરમિયાન મને બહુ ખરાબ અનુભવ થયો.ગ્રાઉન્ડ સ્ટાફ (કેપ્ટન) શ્રી અજિતેશે મારી સાથે ખરાબ વર્તન કર્યું.એરહોસ્ટેસ સુશ્રી આશિમાએ તેને મારી સાથે સારુંવર્તન કરવાનું કહ્યું તો તેણે તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું.ઇંડિગો જેવી પ્રતિષ્ઠિત એરલાઇન માટે આવા લોકો કામ કરે છે તો તે તેની પ્રતિષ્ઠા ગુમાવી દેશે.ઉલ્લેખનિય છે કે,આ ઘટના પછી ઇંડિગો એરલાઇન્સના વહીવટી તંત્રે સિંધુની માફી માગી છે.

ઉલ્લેખનિય છે કે,આ અગાઉ બ્રિટીશ એરવેઝમાં સચિન તેંડુલકર સાથે અને જેટ એરવેઝમાં હરભજનસિંહ સાથે ખરાબ વર્તનની ઘટના બની હતી.

 
 

Read Also

 
Related News